અતીક-મુખ્તારને લઈને બેદરકારી મામલે એક્શન, જેલ અધિક્ષક સસ્પેન્ડ

    0
    325

    ઉત્તર પ્રદેશની જેલમાં કેદ માફિયાઓને લઈને કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવવા મામલે જેલ અધિક્ષકો પર તવાઈ બોલવાઈ છે. ઉત્તર પ્રદેશના બરેલી, નૈની અને બાંદાના સિનિયર જેલ અધિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ જેલોના સુપ્રિટેન્ડેન્ટ સામે કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમણે અશરફ અહમદ, અતીકના દીકરા અલી અહમદ અને મુખ્તાર અંસારી સામે કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવી હતી.બરેલી જેલમાં કેદ અશરફ, નૈની જેલમાં કેદ અતીક અહમદના દીકરા અલી અને બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારી પર શકંજો કસવા મામલે બેદરકારી દાખવવા બદલ આ ત્રણ વરિષ્ઠ જેલ અધિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી છે.બરેલી જેલના અધિક્ષક રાજીવ શુક્લા, નૈની જેલના વરિષ્ઠ જેલ અધિક્ષક શશિકાંત સિંહ અને બાંદાના અવિનાશ ગૌતમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.