અતીક-અશરફ હત્યા કેસમાં કાર્યવાહી,પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

0
276

અતિક એહમદ હત્યા કેસની તપાસ એસઆઈટી કરી રહી છે.આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, બે સબ ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજના ઈન્સ્પેક્ટર અશ્વિની સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે SITએ SO સહિત તમામ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી, ત્યારબાદ SITના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.