લોક ડાયરામાં લોકોને ટિકિટના બદલે રોટલીથી એન્ટ્રી

0
122

પાટણના રોટલિયા હનુમાન મંદિરમાં યોજાયો કાર્યક્રમ

કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણીવાર ટિકિટ કે પાસ દ્વારા એન્ટ્રી થાય છે પરંતુ ગુજરાતના પાટણમાં એક અનોખી ઘટના બની છે. અહીં એક કાર્યક્રમમાં લોકોને ટિકિટના બદલે રોટલી દ્વારા એન્ટ્રી મળી હતી. ગુજરાતના રોટલિયા હનુમાન મંદિર ખાતે ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા આયોજિત ભજન કાર્યક્રમમાં પ્રવેશવા માટે લોકોને ટિકિટને બદલે રોટલી લાવવાનું કહેવામાં આવ્યું હતું. રોટલિયા હનુમાન મંદિરમાં પ્રસાદ તરીકે હનુમાનજીને ‘રોટી’ ચઢાવવામાં આવે છે. આ મંદિરમાં ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકોને પ્રસાદ તરીકે રોટલી લાવવાનું કહેવામાં આવ્યું હતું. ભજન ગાવાના કાર્યક્રમમાં સ્ટેજ પર રોટલીના ઢગલા મૂકવામાં આવ્યા હતા. માત્ર એક રોટલા (જાડી રોટલી) અથવા 10 રોટલી (પાતળી રોટલી) લાવનારને જ આ કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પશુ અધિકાર અને કલ્યાણ સાથે સંકળાયેલા લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.