HomeDeshઆકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં આરોપીની ધરપકડ

આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં આરોપીની ધરપકડ

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા સિંહને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપી સિંગર સમર સિંહની વારાણસી કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચે ગાઝિયાબાદથી ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર વારાણસી લાવવાની તૈયારી ચાલી રહી છે. તે જ સમયે, કેસના બીજા આરોપી સંજય સિંહની શોધ ચાલી રહી છે.. સમર સિંહ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શન સ્થિત ચાર્મ્સ ક્રિસ્ટલ સોસાયટીમાં છુપાયો હતો. પોલીસના હાથે પકડાઈ ન જાય તે માટે તે ગાઝિયાબાદ, નોઈડા, દિલ્હી અને ઉત્તરાખંડમાં જગ્યાઓ બદલીને રહેતો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments