સુરતમાં એસીબીએ સફળ ટ્રેપ,લાંચિયો અધિકારી ઝડપાયો

0
194
સુરતમાં એસીબીએ સફળ ટ્રેપ,લાંચિયો અધિકારી ઝડપાયો
સુરતમાં એસીબીએ સફળ ટ્રેપ,લાંચિયો અધિકારી ઝડપાયો

સુરતમાં એસીબીએ કાર્યવાહી કરી છે. સુરતમાં એસીબીએ સફળ ટ્રેપ કરી હતી.અને પરેશકુમાર સુમનભાઇ પટેલને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. તો જોઈએ શું છે ટ્રેપની વિગત 

એ.સી.બી. સફળ ટ્રેપ

 ફરીયાદી :એક જાગૃત નાગરીક        

 આરોપી નં. (૧) પરેશકુમાર સુમનભાઇ પટેલ ઉ.વ.૪૩ નોકરી-જુનિયર ઇજનેર ઇલેક્ટ્રીકલ, અઠવાઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત.

આરોપી નં. (૨) ડેનિશ રાજેશકુમાર બારડોલીયા ઉ.વ.૩૭ નોકરી- મેઇટેનન્સ આસીસ્ટટન્ટ, અઠવાઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત.

 ટ્રેપની તારીખ : ૦૧/૧૧/૨૦૨૩

લાંચની માંગણીની રકમ: રૂ.૪૦૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :  રૂ.૪૦૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૪૦૦૦૦/-

 ટ્રેપનુ સ્થળ : સુરત મહાનગર સેવા સદન નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત નગર પ્રાથમિક શાળા નં.૨૬૫, અને ૭ નાં કંપાઉન્ડમાં અઠવા ઝોન સુરતમહાનગરપાલિકા કચેરીની સામે અઠવાલાઇન્સ, સુરત.

ટુંક વિગત : આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીએ સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો મરામત અને નિભાવનો ઇજારો ધરાવતાં હોય જે અનુસંધાને તેઓએ કરેલ કામોનાં બાકી નિકળતાં કાયદેસરનાં રૂ.૪૭,૧૧,૦૦૦/- નું બીલ બનાવવા અને તેનું ચુકવણૂં કરવા માટે આ કામનાં આક્ષેપિતો સુરત મહાનગરપાલિકાનાં અઠવા ઝોનનાં લાઇટ ખાતાનાં ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશભાઇ પટેલ તથા મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયા નાઓએ ફરીયાદી પાસે બંન્ને આરોપીઓએ રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ્લે રૂ.૪૦૦૦૦/- ની લાંચની માંગણી કરી. આજરોજ અઠવા ઝોન સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આપી જવા જણાવેલ હોય, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ્લે રૂ.૪૦૦૦૦/- લાંચની રકમ સ્વીકારી સ્થળપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

 નોધ : ઉપરોક્ત બંન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 ટ્રેપિંગ અધિકારી :

કે.જે.ધડુક, પો.ઇન્સ.

સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારી :

આર.આર.ચૌધરી,

મદદનિશ નિયામક,

એ.સી.બી. સુરત એકમ, સુરત.

કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી,એપલ કંપનીને નોટિસ