Abhishek Sharma: વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ખતરામાં, અભિષેક શર્મા ઈતિહાસ રચવાથી માત્ર 87 રન દૂર

0
226
Abhishek Sharma
Abhishek Sharma

Abhishek Sharma: ભારતીય ક્રિકેટમાં વધુ એક ઐતિહાસિક પળ આવવાની તૈયારી છે. યુવા બેટ્સમેન અભિષેક શર્મા T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બનવાની દહેલીજ પર પહોંચ્યો છે. આ કીર્તિમાન હાલ વિરાટ કોહલીના નામે છે, જે તેમણે વર્ષ 2016માં સ્થાપિત કર્યો હતો.

વિરાટ કોહલીએ 2016માં 31 T20 મેચોમાં 89.66ની સરેરાશથી કુલ 1,614 રન બનાવ્યા હતા. તેમાં ચાર સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે. હવે અભિષેક શર્મા આ રેકોર્ડને તોડવાથી માત્ર 87 રન દૂર છે.

Abhishek Sharma

Abhishek Sharma: અભિષેક શર્માનું શાનદાર વર્ષ

અભિષેક શર્માએ વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધી 39 T20 મેચોમાં 41.43ની સરેરાશથી 1,533 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે ત્રણ સદી અને નવ અડધી સદી નોંધાવી છે. તેની આ વિસ્ફોટક બેટિંગે તેને ભારતીય ક્રિકેટના સૌથી ખતરનાક યુવા પાવર-હિટર્સમાં સામેલ કરી દીધો છે.

Abhishek Sharma: ધર્મશાલામાં ઈતિહાસ રચવાની તક

Abhishek Sharma

અભિષેક શર્મા હવે રવિવાર, 14 ડિસેમ્બરના રોજ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20Iમાં મેદાનમાં ઉતરશે. આ મેચમાં જો તે 87 કે તેથી વધુ રન બનાવે છે, તો તે વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચશે.

Abhishek Sharma: ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝમાં પ્રદર્શન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20I સિરીઝમાં અભિષેક શર્માનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. કટકમાં રમાયેલી પ્રથમ T20Iમાં તે વહેલો આઉટ થયો હતો, જોકે ભારતે મેચ 101 રનથી જીતી હતી.
ન્યૂ ચંદીગઢમાં રમાયેલી બીજી T20Iમાં તેણે માત્ર 8 બોલમાં 17 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગાનો સમાવેશ થાય છે.

આ ઇનિંગ્સ સાથે અભિષેક શર્મા એક કેલેન્ડર વર્ષમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50થી વધુ છગ્ગા ફટકારનારા ગણતરીના ભારતીય બેટર્સમાં સામેલ થયો છે.

સિરીઝ બરાબરી પર, આગળની મેચો નિર્ણાયક

બીજી T20Iમાં ભારતની બેટિંગ લાઇન અપ લથડી હતી અને દક્ષિણ આફ્રિકાએ 213 રનનો વિશાળ સ્કોર ખડો કરી ભારતને 51 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબરી પર આવી ગઈ છે.

આગામી મુકાબલાઓમાં ભારતને ટોપ અને મિડલ ઓર્ડર બંને તરફથી સ્થિર પ્રદર્શનની જરૂર છે. એવા સમયે અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ ભારત માટે મેચ જીતાડનાર સૌથી મોટું હથિયાર બની શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Ambaji News: દાંતાના પાડલીયા ગામે હિંસક ઘર્ષણ: પોલીસ–ફોરેસ્ટ ટીમ પર પથ્થર, તલવાર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ