Home State Gujarat Ambaji News: દાંતાના પાડલીયા ગામે હિંસક ઘર્ષણ: પોલીસ–ફોરેસ્ટ ટીમ પર પથ્થર, તલવાર અને...

Ambaji News: દાંતાના પાડલીયા ગામે હિંસક ઘર્ષણ: પોલીસ–ફોરેસ્ટ ટીમ પર પથ્થર, તલવાર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ

0
548
Ambaji News
Ambaji News

Ambaji News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે શનિવારે (13 ડિસેમ્બર) ભારે હિંસા ફાટી નીકળી હતી. વન વિભાગની જમીનને લઈને ચાલી રહેલા જૂના વિવાદ વચ્ચે સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ વિભાગની ટીમ અને ત્યારબાદ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં PI આર.બી. ગોહિલ સહિત પોલીસ અને ફોરેસ્ટ વિભાગના 45થી વધુ કર્મચારી અને અધિકારીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

Ambaji News

મળતી માહિતી મુજબ, વન વિભાગની જમીન બાબતે કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ અધિકારીઓની ટીમ પાડલીયા ગામે પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બબાલમાં ફેરવાયો હતો. ટોળાએ ફોરેસ્ટ વિભાગની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યું હતું, પરંતુ ઉગ્ર બનેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.

Ambaji News: તીર-કામઠાં અને તલવારથી હુમલો

સ્થાનિક લોકોના ટોળાએ પથ્થરો સાથે-साथ તલવાર અને તીર-કામઠાંથી પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન PI આર.બી. ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનામાં અનેક પોલીસ અને ફોરેસ્ટ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.

Ambaji News: વાહનો સળગાવાયા

Ambaji News

હિંસક ટોળાએ વન વિભાગના વાહનોને આગચાંપી કરી હતી, જેના કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિ બેકાબૂ બનતાં પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે તૈનાત કરવામાં આવ્યો છે.

Ambaji News: ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Ambaji News

હુમલામાં ઘાયલ થયેલા PI સહિત તમામ પોલીસ અને ફોરેસ્ટ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થિતિ તંગ, પોલીસ બંદોબસ્ત વધારાયો

ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે. કોઈ અણધારી ઘટના ન બને તે માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

SBI Slashes Interest Rates:ગ્રાહકો માટે મોટી રાહત: SBIએ લોનના દર 25 બેસિસ પોઈન્ટથી ઘટાડ્યા”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે