Abdul Razzaq on Aishwarya Rai : પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકે વર્લ્ડ કપ 2023 (World cup 2023) માં પાકિસ્તાન ક્રિકેટના ખરાબ પ્રદર્શનની ટીકા કરતી વખતે ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) નું નામ લીધું, જેને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી. ઐશ્વર્યા રાયનું ઉદાહરણ જોઈને રઝાકે પાકિસ્તાની ક્રિકેટની ટીકા કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને ઘણા પૂર્વ દિગ્ગજોએ રઝાકને ખોટો ગણાવ્યો હતો અને તેને માફી માંગવાની સલાહ આપી હતી. હવે પૂર્વ ક્રિકેટરે પોતે જ પોતાના શબ્દો માટે માફી માંગી છે. પાકિસ્તાનની ‘સામ ટીવી’ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં રઝાકે પોતાના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, “હું ત્યાં ક્રિકેટ વિશે વાત કરી રહ્યો હતો. પરંતુ જીભ લપસી જવાને કારણે મારા મોંમાંથી ઐશ્વર્યા રાયનું નામ નીકળી ગયું, જેના માટે હું હવે ખૂબ જ શરમ અનુભવું છું.”
તમને જણાવી દઈએ કે, જ્યારે અબ્દુલ રઝાકે ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) વિશે ટિપ્પણી કરી ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ ત્યાં હાજર હતા. શાહિદે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હું જ્યારે ઘરે આવ્યો ત્યારે મેં તે ક્લિપ જોઈ હતી. તે સમયે મેં તેની વાત પૂરી રીતે સાંભળી ન હતી. જો હું સમજી શક્યો હોત કે તે શું કહી રહ્યો છે, તો હું ચોક્કસપણે તેને આવી વાત કરવા રોક્યો હોત અને હું કઈ સમજ્યા વિના જ હસ્યો હતો.”
હંગામો શા માટે..? શું કહ્યું હતું રઝાકે ;
તમને જણાવી દઈએ કે અબ્દુલ રઝાકે પાકિસ્તાની ક્રિકેટની ટીકા કરતી વખતે ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) નું નામ લઈને એક દાખલો બેસાડ્યો હતો. રઝાકે જણાવ્યું હતું કે જ્યારે હું ક્રિકેટ રમતો હતો ત્યારે મારો કેપ્ટન યુનિસ ખાન હતા. તેની કેપ્ટનશીપમાં તેનો ઇરાદો ઘણો સારો હતો, તે તેના ખેલાડીઓ પાસેથી સારું પ્રદર્શન મેળવતો હતો. તે પોતાના ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરતો હતો. પરંતુ આજના સમયમાં ખેલાડીઓને યોગ્ય રીતે પોલિશ કરવાનો અમારો હેતુ નથી. જો તમે ઇચ્છતા હો કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરું અને ત્યાંથી એક ઉમદા અને સારું બાળક થાય, તો આવું ક્યારેય ન થઈ શકે. જ્યારે અબ્દુલ રઝાકે આવું કહ્યું ત્યારે શાહિદ આફ્રિદી પણ તાળીઓ પાડતો જોવા મળ્યો હતો.
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટની ખરાબ હાલત
પાકિસ્તાન ક્રિકેટ ટીમની ખરાબ હાલત આ વર્લ્ડ કપમાં જોવા મળી હતી. પાકિસ્તાનની ટીમ તેની 9 મેચમાંથી માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી હતી. 5 મેચોમાં હાર અને નીચા નેટ રન રેટના કારણે પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી થઈ હતી જેના કારણે ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં ચૂકી ગઈ હતી.