AAP GUJARAT :  લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીને મોટો ફટકો,  પાટીદાર નેતાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું  

0
75
AAP GUJARAT
AAP GUJARAT

AAP GUJARAT : આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો હતો. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં જ આપ પાર્ટીએ અલ્પેશને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.

AAP GUJARAT :  લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનાં રાજીનામાં મોકલ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટારપ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાનું નામ હતું, જોકે આજે રાજીનામું આપી દેતાં આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

AAP GUJARAT : બન્નેએ રાજીનામાંમાં શું લખ્યું

AAP GUJARAT


અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ઇસુદાન ગઢવીને રાજીમામાં મોકલ્યાં છે, જેમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ. રાજીનામું સ્વીકારવા વિનંતી.

AAP GUJARAT : બન્નેનાં એકસાથે રાજીનામાં ટોક ઓફ ધ ટાઉન બન્યું

AAP GUJARAT


પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમણે રાજીનામાં આપી દેતાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

AAP GUJARAT : આંદોલનકારીમાંથી બન્યા રાજકીય નેતા

AAP GUJARAT


અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે વિધાનસભામાં AAPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારીમાંથી તક મળતાં રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે બંનેની કારમી હાર મળી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો