તલાટીની પરીક્ષાને લઇ કુલ ૮.૬૫ લાખ ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યું

0
156

ડમી ઉમેદવારને લઈને માહિતી મળશે તો તાત્કાલિક પગલા લેવામાં આવશે

તારીખ ૭ મે, ૨૦૨૩ના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, “જેમણે સંમતિ પત્ર ભર્યુ હશે, તે જ ઉમેદવાર પરીક્ષા આપી શકશે. કારણ કે,  હવે પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. સંમતિ પત્ર ભરનાર ઉમેદવાર જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આગામી સપ્તાહમાં કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. જે ઉમેદવારોએ સંમતિ પત્ર નથી ભર્યું તેમણે તેમની ફી પરત નહીં મળે.” તેમણે વધુમાં કહ્યું છે કે, “ડમી ઉમેદવાર માટે બોર્ડને કોઈ પણ માહિતી મળશે તો તાત્કાલિક પગલા લેવામાં આવશે.”