HomeGujaratડાંગમાં બોગસ જોબકાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું

ડાંગમાં બોગસ જોબકાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું

ગુજરાતમાં હાલ એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. તે વચ્ચે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ડાંગમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થવાની તથા મનમાનીના આક્ષેપવાળો કિસ્સો બહાર આવ્યો છે. આ આક્ષેપ સરવર ગામના ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોએ કહ્યું છે કે, જે માર્ગ ચોપડે નોંધાયો છે તે માર્ગ સ્થળ પર બન્યો જ નથી.  આ ઉપરાંત, ગ્રામજનોએ મૃતકના જોબ કાર્ડ અને જેઓ કામ નથી કરી શકતા તેવા શ્રમિકોના પણ જોબ કાર્ડ બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને સરકારી કર્મીના જોબકાર્ડ બનાવી મજૂરીનો બારોબાર વહીવટ કરવાના પણ આક્ષેપ કર્યા હતા. આ અંગે હાલમાં સંબંધિત વિભાગોમાં હલચલ શરૂ થઈ છે. આ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments