ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભુવા પડવાની શરૂઆત
દિલ્હીના જનકપુરીમાં માર્ગનો મોટો હિસ્સો ધસી પડ્યો
સોશ્યલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
દિલ્હીના જનકપુરીમાં એક માર્ગનો મોટો હિસ્સો ધસી પડ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક ખોરવાયો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઘટનાસ્થળની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ગુફા જેવા ખાડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ચોમાસાની શરૂઆત થતાની સાથે જ દિલ્હીમાં ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમ દિલ્હીના જનકપુરીમાં એક માર્ગનો મોટો હિસ્સો ધસી પડ્યો હતો .જેને પણ આ ખાડા વિશે માહિતી મળી રહી છે, તે ખાડો જોવા માટે પહોંચી રહ્યો છે.. રોડની વચ્ચોવચ આટલા મોટા ખાડાના કારણે આજુબાજુના વિસ્તારોમાં વાહનોની અવરજવરને અસર થઈ છે. મળતી માહિતી મુજબ, રોડ તૂટી જવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.પોલીસના જણાવ્યા અનુસાર, સમયસર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી સમારકામ કરી શકાય તે માટે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે. જનકપુરીમાં રોડનો જે ભાગ તૂટી ગયો છે તે સૌથી વ્યસ્ત રસ્તાઓમાંનો એક છે. મુખ્ય માર્ગનો મોટો ભાગ ધસી જતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. વરસાદ બાદ પાણી ભરાવાની ઘટનાઓ બનતી રહે છે. એવું નથી કે દિલ્હીમાં રોડ તૂટી જવાની આ પહેલી ઘટના છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. દિલ્હી સહિત અનેક જગ્યા વરરસાદી માહોલ છે.ત્યારે જુદા-જુદા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા પ્રિમોનસુન કામગીરીના મસ મોટા દાવા કરવામાં આવે છે.પરંતુ ચોમાસાની શરૂઆત માજ તંત્રની પોલ ખુલી જય છે. ભુવા પડવાને કારણે લોકોને પરેશાન થવાનો પણ વારો આવે છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ