હરિયાણા નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી
હોટલ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી
નૂહમાં હિંસા બાદ બુલડોઝરથી કાર્યવાહી
હરિયાણા નૂહમાં એક હોટેલ કમ રેસ્ટોરન્ટને તોડી પાડવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી અને તાજેતરની હિંસા દરમિયાન અહીંથી પથ્થરમારો કર્યો હતો. પોલીસ નૂહ હિંસાના ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. નૂહમાં બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. શનિવારે SHKM સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે.
હરિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો
8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો પ્રતિબંધ
હરિયાણાના નૂહમાં સોમવાર, 31 જુલાઈએ થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. હરિયાણાના નૂહમાં સોમવાર, 31 જુલાઈએ થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. નવીનતમ માહિતી મુજબ, હરિયાણાના નુહ જિલ્લામાં વૉઇસ કૉલ્સ સિવાય મોબાઇલ નેટવર્ક પર પ્રદાન કરવામાં આવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ વગેરેનું સસ્પેન્શન 8 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.
હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર એલર્ટ
રવિવારે હિંદુ મહાપચંયત યોજાશે
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. હરિયાણાના નૂહમાં રવિવારે હિંદુ મહાપચંયત યોજવવાની છે.જમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ