ગીર સોમનાથના કોડીનારમાં ખુંખાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા રીંગ બનાવી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ધાંટવડ રેવન્યુ વિસ્તારમાંથી પાંચથી છ દીપડા પાંજરે પુરાયા છે. હજુ પણ વન વિભાગનું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.