અમદાવાદ: વિવિધ બ્રિજોના નિર્માણ અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થઈ ચર્ચા

0
312

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં  વિવિધ બ્રિજની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત સતાધાર ચાર રસ્તા 80 કરોડના ખર્ચે વાડજ જંકશન પર 200 કરોડના ખર્ચે અને નરોડા વિસ્તારમાં બ્રિજ 180 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે…તંત્રદ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.પંદર દિવસમાં બ્રિજ નાં ખાતમુહૂર્ત કરવા નિર્ણય લેવામાં આવ્યો થે . ખાતમુહૂર્ત બાદ બે થી ત્રણ વર્ષ માં બ્રિજનું કાર્ય પૂર્ણ થશે. ગુરૂવારે મળેલી બેઠકમાં બે વિવાદિત દરખાસ્ત  મંજૂર કરવાને બદલે તેને બાકી રાખવામાં આવી છે.. આ અંગે આગામી દિવસમાં ચર્ચા કર્યાં બાદ વિવાદમાં આવેલ દરખાસ્ત ને મંજૂર કરવી કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે..વિવાદિત દરખાસ્તની વાત કરવામાં આવે તો પ્રકાશ સ્કૂલને ભાડા પટ્ટે કોર્પોરેશનની માલિકીનો કરોડોનો પ્લોટ આપવાનું કામ છે.

માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ