મણિપુરમાં સ્થિતિ વણસતા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

0
59

મણિપુરમાં કલમ ૩૫૫ લાગુ, કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેતું કેન્દ્ર

મણિપુરમાં શેડ્યુલ કાસ્ટના દરજ્જા મુદ્દે સર્જાયેલી હિંસક અથડામણને કારણે સ્થિતિ વણસી છે. મણિપુરના ૮ જિલ્લાઓમાં આગજની-તોફાન બે સમુદાય વચ્ચે અથડામણના સતત ચાલી રહેલી ઘટનામાં અંતે કેન્દ્ર સરકારે બંધારણની કલમ ૩૫૫નો ઉપયોગ કરીને મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો મણિપુર સરકાર પાસેથી ઊંચકીને પોતાને હસ્તક લઇ લીધો છે. જેથી હવે આગામી આદેશ સુધી અહીં સુરક્ષાની જવાબદારી કેન્દ્રની રહેશે. મહત્વનું છે કે, અહીં હિંસાના કારણે આસામમાં હિજરત શરુ થઇ ગઈ છે, જ્યારે ઘણી ટ્રેનો બંધ કરવામાં આવી છે. અહીં વધુ લશ્કરી ટુકડીઓ તૈનાત કરાઈ છે.