HomeGujaratરાજકોટમાં ૧૬ વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચર્યું!

રાજકોટમાં ૧૬ વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચર્યું!

આરોપી રફીક આરબ વિરુદ્ધ ફરિયાદ દાખલ, વધુ તપાસ શરુ

રાજકોટમાં ધોરણ-9ની વિદ્યાર્થીની પર પિતાના જ મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના બની છે. મહિલા પોલીસે સગીરાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 16 વર્ષીય પીડિતાએ પિતાના મિત્ર રફીક આરબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, “આરોપીએ મોઢે ડૂમો દઈ પરાણે કપડાં ઉતારી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.” ફરિયાદના આધારે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. તપાસમાં આરોપી પણ એક દીકરીનો પિતા હોવાનું અને તેની પત્ની તથા પૂત્રી બોટાદ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments