ગુજરાતના ખેડૂતો માટે આંચકારૂપ આગાહી

0
34

૧૨-૧૩ એપ્રિલે ગુજરાતના ૮ જિલ્લાઓમાં માવઠાની વકી

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. 13 એપ્રિલે, વલસાડ, નવસારી, તાપ, ડાંગ અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટવેવની આગાહી છે. હવામાન વિભાગની આ આગાહી બાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.