કતલખાનાને લઇ ગુજરાત સરકાર મક્કમ

0
172

કતલખાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી

લાયસન્સ હશે તો જ મીટ શોપ ચાલુ રાખવા દેશે સરકાર

એન્કર

ગુજરાત હાઇકોર્ટમાં કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેને લઈને સરકારે જણાવ્યું છે કે, હવેથી લાયસન્સ હશે તો જ મીટ શોપ ચાલુ રાખી શકાશે. લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પડ મીટ જ વેચવાની છૂટ રહેશે. રાજ્યમાં હાલમાં 2147 લાયસન્સધારક મીટ શોપ અને પ્રોસેસિંગ યુનિટ છે. મહત્વનું છે કે, આ મામલે મીટ શોપના દુકાનદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, અમને લાયસન્સ મેળવવા માટે થોડો સમય આપો. તેમનું કહેવું છે કે, આ રીતે લાયસન્સ મેળવવા માટે થોડો સમય જોઇશે. આમ અચાનક લાયસન્સ વગરની દુકાનો બંધ કરી દેવામાં આવશે, તો ધંધાને મોટુ નુકસાન જવાની શક્યતા છે.

હાઈકોર્ટ