HomeSportsICC's Greatest Test Spin Bowlers: સ્પિન બોલિંગમાં મુરલીધરનનો દબદબો યથાવત્: ICCની ટોપ-10...

ICC’s Greatest Test Spin Bowlers: સ્પિન બોલિંગમાં મુરલીધરનનો દબદબો યથાવત્: ICCની ટોપ-10 યાદીમાં અશ્વિન પાંચમા અને જાડેજા નવમા ક્રમે, કુંબલે-હરભજનને સ્થાન નહીં

ICC’s Greatest Test Spin Bowlers: ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સ્પિન બોલિંગની વાત આવે ત્યારે શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. ICCના ટેસ્ટ બોલિંગ રેટિંગના આધારે તૈયાર કરવામાં આવેલી સર્વોચ્ચ સ્પિનરોની યાદીમાં મુરલીધરનનો દબદબો યથાવત્ જોવા મળી રહ્યો છે. આ યાદીમાં ભારતના બે દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ પણ ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.

ICC’s Greatest Test Spin Bowlers: મુરલીધરન પ્રથમ, અશ્વિન પાંચમા સ્થાને

ICC's Greatest Test Spin Bowlers

ઈ-પેપરમાં દર્શાવેલી યાદી પ્રમાણે મુથૈયા મુરલીધરન 920 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઇંગ્લેન્ડના ટોની લોક 912 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ડેરેક અંડરવુડ 907 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન 905 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 904 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે સ્થાન ધરાવે છે. અશ્વિનની આ સિદ્ધિ ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટે ગૌરવની વાત છે. તેમણે પોતાની કારકિર્દીમાં શાનદાર બોલિંગના આધારે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સ્થાન મેળવ્યું છે.

ICC’s Greatest Test Spin Bowlers: જાડેજા પણ ટોપ-10માં સામેલ

આ યાદીમાં રવિન્દ્ર જાડેજા 889 પોઈન્ટ સાથે નવમા ક્રમે છે. જાડેજા પોતાની શાનદાર લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતા છે. બીજી તરફ ક્લેરી ગ્રિમેટ 901 પોઈન્ટ સાથે છઠ્ઠા, બિલ જોન્સ્ટન અને બિલ ઓ’રેલી 900 પોઈન્ટ સાથે સંયુક્ત સાતમા ક્રમે છે. જિમ લેકર 887 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. નાથન લાયન પણ 887 પોઈન્ટ સાથે સંયુક્ત દસમા સ્થાને છે.

ICC’s Greatest Test Spin Bowlers: કુંબલે અને હરભજનને સ્થાન નહીં

ICC's Greatest Test Spin Bowlers

આ યાદીની ખાસ વાત એ છે કે ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે અને હરભજન સિંહને ટોપ-10માં સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરોનો આ યાદીમાં સમાવેશ થયો છે.

આ યાદી ટેસ્ટ ક્રિકેટમાં સ્પિન બોલિંગના ઇતિહાસ અને ખેલાડીઓની વ્યક્તિગત સિદ્ધિઓને દર્શાવે છે. ખાસ કરીને અશ્વિન અને જાડેજાની હાજરી ભારતીય ક્રિકેટ માટે ગૌરવની બાબત છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દિવાળી-છઠ્ઠ પૂજાએ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું ઘોડાપૂર, 6 ટ્રેન મારફતે 25 હજાર લોકો વતન રવાના, હોલ્ડિંગ એરિયા રાતે જ હાઉસફુલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments