HomeUncategorizedDiwali Vacation Travel Boom: દિવાળી વેકેશનમાં ફરવું મોંઘું: ગુજરાતીઓમાં સિક્કિમ-દાર્જિલિંગનો ક્રેઝ વધ્યો,...

Diwali Vacation Travel Boom: દિવાળી વેકેશનમાં ફરવું મોંઘું: ગુજરાતીઓમાં સિક્કિમ-દાર્જિલિંગનો ક્રેઝ વધ્યો, વિયેતનામ અને બાલી બન્યાં ફેવરિટ ડેસ્ટિનેશન

Diwali Vacation Travel Boom: દિવાળી વેકેશનમાં ફરવાના શોખીન ગુજરાતીઓને આ વર્ષે પ્રવાસ માટે વધુ ખર્ચ કરવો પડશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારાની અસર હવે પ્રવાસન ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પેકેજના ભાવમાં અંદાજે 35થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ખાસ કરીને હવાઈ મુસાફરી મોંઘી થતાં અનેક પ્રવાસીઓએ લાંબા ગાળાના ઇન્ટરનેશનલ પ્રવાસને બદલે ટૂંકા ગાળાના ડોમેસ્ટિક પ્રવાસ તરફ વળવાનું પસંદ કર્યું છે.

આ વર્ષે ગુજરાતીઓમાં સિક્કિમ, દાર્જિલિંગ, મેઘાલય અને નૈનીતાલ જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. બીજી તરફ વિદેશ પ્રવાસમાં વિયેતનામ, બાલી, થાઈલેન્ડ, સિંગાપોર અને મલેશિયા જેવા દેશોની લોકપ્રિયતા વધી રહી છે. એક કપલ માટે ડોમેસ્ટિક ટૂર પેકેજનો સરેરાશ ખર્ચ ₹25 હજારથી ₹90 હજાર સુધી પહોંચ્યો છે, જ્યારે ઇન્ટરનેશનલ ટૂર માટે ₹80 હજારથી ₹2.5 લાખ સુધીનો ખર્ચ થઈ રહ્યો છે.

Diwali Vacation Travel Boom: સિક્કિમ અને દાર્જિલિંગ પ્રવાસીઓની પહેલી પસંદ

Diwali Vacation Travel Boom

ડોમેસ્ટિક ટૂરિઝમમાં આ વખતે ઉત્તર ભારતનાં સ્થળો તરફ ગુજરાતીઓનો ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને સિક્કિમ અને દાર્જિલિંગ માટે પ્રવાસીઓની પૂછપરછ વધી રહી છે. મેઘાલય, નૈનીતાલ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર પણ પ્રવાસીઓની પસંદગીમાં સામેલ છે. આ ઉપરાંત કેરળ, ગોવા, રાજસ્થાન અને આંદામાન-નિકોબાર જેવા સ્થળો માટે પણ પ્રવાસીઓ રસ દાખવી રહ્યા છે.

જોકે, સામાન્ય રીતે દિવાળી દરમિયાન પ્રવાસીઓથી ભરચક રહેતાં કેરળ અને કર્ણાટકમાં આ વર્ષે અપેક્ષા કરતાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર માટે પણ ગત વર્ષની સરખામણીએ બુકિંગમાં ઘટાડો નોંધાયો હોવાનું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે.

Diwali Vacation Travel Boom: વિયેતનામ અને બાલી માટે વધી રહી છે પૂછપરછ

Diwali Vacation Travel Boom

ઇન્ટરનેશનલ ટૂરિઝમમાં વિયેતનામ આ વર્ષે ગુજરાતીઓ માટે ખાસ આકર્ષણ બન્યું છે. વિયેતનામ ઉપરાંત થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને બાલી માટે પણ પ્રવાસીઓની પૂછપરછ વધી છે. ખાસ કરીને વિયેતનામના ફૂકોક આઇલેન્ડમાં આવેલા કિસિંગ બ્રિજ અને એમ્યુઝમેન્ટ પાર્ક જેવા આકર્ષણો પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે.

બીજી તરફ દુબઈ માટે આ વખતે અગાઉની સરખામણીએ ઓછું કન્ફર્મ બુકિંગ મળી રહ્યું છે. મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ અને મુસાફરીના વધતા ખર્ચને કારણે પ્રવાસીઓ અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

Diwali Vacation Travel Boom: એરફેરમાં 50 ટકા સુધીનો વધારો

Diwali Vacation Travel Boom

અમદાવાદની અલગારી ટ્રાવેલ એજન્સીના ઓનર પ્રિયેશ ડોબરિયાના જણાવ્યા અનુસાર, કેટલાક હવાઈ રૂટ પર ગત વર્ષની સરખામણીએ 30થી 40 ટકા સુધીનો વધારો થયો છે, જ્યારે કેટલાક રૂટ પર આ વધારો 50 ટકા સુધી પહોંચ્યો છે. અમદાવાદથી આંદામાનની રિટર્ન ટિકિટ જે અગાઉ દિવાળી દરમિયાન ₹25થી 30 હજારની આસપાસ મળતી હતી, તે આ વર્ષે ₹55થી 60 હજાર સુધી પહોંચી છે.

લખનઉ જેવા ડોમેસ્ટિક રૂટ પર પણ વન-વે ટિકિટના ભાવ ₹15થી 17 હજાર સુધી પહોંચી રહ્યા છે. અગાઉ આ જ રૂટ પર ટિકિટનો ભાવ ₹4થી 6 હજાર આસપાસ હતો. આ ઉપરાંત કેટલાક પ્રવાસીઓ ગોવા જતી વખતે મહાબળેશ્વર, ગોકર્ણ અને વર્કલા જેવા સ્થળોનો સમાવેશ કરીને પ્રવાસનું આયોજન કરી રહ્યા છે.

Diwali Vacation Travel Boom: 4થી 6 દિવસના ટૂંકા પ્રવાસનો ટ્રેન્ડ

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે પ્રવાસીઓ ચારથી છ દિવસમાં પૂર્ણ થઈ શકે તેવા ટૂર પેકેજ વધુ પસંદ કરી રહ્યા છે. દિવાળી પહેલાં અને દિવાળી બાદના દિવસોમાં બુકિંગ સારું જોવા મળી રહ્યું છે, પરંતુ દિવાળીના મુખ્ય દિવસો દરમિયાન એડવાન્સ બુકિંગમાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદની ચીકી ટ્રાવેલ એજન્સીના ઓનર અંકિત બજાજના જણાવ્યા અનુસાર, આ વર્ષે દિવાળીના મુખ્ય દિવસો દરમિયાન એડવાન્સ બુકિંગ અંદાજે 30થી 35 ટકા જેટલું છે. એરફેરમાં થયેલો વધારો પ્રવાસીઓના નિર્ણયને અસર કરી રહ્યો છે. બીજી તરફ સોના-ચાંદીની ખરીદી તરફ વધતા આકર્ષણને કારણે પણ કેટલાક લોકો પ્રવાસ પાછળ ખર્ચ કરવાનું ટાળી રહ્યા હોવાની શક્યતા છે.

Diwali Vacation Travel Boom: ગુજરાતીઓનો પ્રવાસનો શોખ યથાવત્

Diwali Vacation Travel Boom

રાજકોટની મીથિકલ માઈલ્સ પ્રાઇવેટ લિમિટેડનાં ડિરેક્ટર મોના જગોતના જણાવ્યા અનુસાર, ગુજરાતીઓમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને પ્રકારના પ્રવાસનો ક્રેઝ યથાવત્ છે. થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામ અને બાલી માટે પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ છે. ડોમેસ્ટિકમાં હિમાચલ, કાશ્મીર, આંદામાન, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળ પસંદગીનાં સ્થળો છે.

એકંદરે આ વર્ષે ગુજરાતીઓનો પ્રવાસનો ઉત્સાહ યથાવત્ છે, પરંતુ વધતા ખર્ચને કારણે પ્રવાસની પસંદગી અને સમયગાળામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા પ્રવાસને બદલે ટૂંકા અને બજેટને અનુરૂપ પ્રવાસનું આયોજન દિવાળી વેકેશનનો નવો ટ્રેન્ડ બની રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: હોર્મુઝમાં તેલ ટેન્કર પર માઇન્સથી હુમલો: નાની હોડીમાં આવેલા હુમલાખોરોએ જહાજ પર ચોંટાડ્યા વિસ્ફોટકો, 27 ભારતીય નાવિકો સુરક્ષિત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments