Repo Rate Increased to 5.50%: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ 7 ઓક્ટોબર 2026ના રોજ મોટો નિર્ણય લેતા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે. ફેબ્રુઆરી 2023 બાદ આ પ્રથમ વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં વધારો કર્યો છે.
Repo Rate Increased to 5.50%: મોંઘવારીને કાબૂમાં લેવા RBIનો નિર્ણય

RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની 5થી 7 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધતી મોંઘવારી, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને RBIએ વ્યાજદરમાં વધારો કર્યો છે. MPCએ નીતિ વલણને પણ ‘કેલિબ્રેટેડ ટાઇટનિંગ’ તરફ બદલ્યું છે.
Repo Rate Increased to 5.50%: હોમ અને કાર લોનની EMI વધી શકે
રેપો રેટમાં વધારાની સીધી અસર ફ્લોટિંગ રેટવાળી લોન પર પડી શકે છે. ખાસ કરીને હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારાઓ માટે વ્યાજખર્ચ વધી શકે છે અને બેન્કો દ્વારા EMI વધારવામાં આવી શકે છે અથવા લોનનો સમયગાળો વધી શકે છે.
મોંઘવારીનો અંદાજ 5.2 ટકા

RBIએ 2026-27 માટે CPI મોંઘવારીનો અંદાજ વધારીને 5.2 ટકા કર્યો છે. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની GDP વૃદ્ધિનો અંદાજ 7.1 ટકા રાખવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પ્રેમાનંદજી મહારાજના આશ્રમની મુલાકાતને લઈને વિરાટ કોહલીની સ્પષ્ટતા

