Lab Test Tube Break: રશિયાના સાઇબેરિયાના ઇરકુત્સ્ક વિસ્તારમાં એન્ટી-પ્લેગ રિસર્ચ લેબમાં બનેલી ઘટનાને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. અહેવાલ મુજબ લેબમાં કામ કરતા 28 વર્ષીય ટેકનિશિયન દરિયા શિપિલોવાના મોત બાદ સમગ્ર ઘટનાને લઈને ચિંતા વધી છે.
Lab Test Tube Break: ટેસ્ટ ટ્યુબ તૂટતાં ચેપની આશંકા

સ્થાનિક અહેવાલો અનુસાર, લેબમાં કામ દરમિયાન જીવલેણ બેક્ટેરિયા ધરાવતી ટેસ્ટ ટ્યુબ તૂટી ગઈ હતી. ત્યારબાદ ટેકનિશિયનને ગંભીર ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
Lab Test Tube Break: 200 લોકો દેખરેખ હેઠળ
ઘટના બાદ તેમના સંપર્કમાં આવેલા આશરે 200 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કેટલાક લોકોને હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા સંભવિત સંપર્કો અંગે તપાસ અને દેખરેખની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ન્યુમોનિક પ્લેગની પુષ્ટિ હજુ બાકી

અહેવાલોમાં ન્યુમોનિક પ્લેગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ રશિયન સત્તાવાળાઓએ હજુ સુધી મૃત્યુનું કારણ ન્યુમોનિક પ્લેગ હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ કર્યું નથી. તેથી હાલ આ ઘટનાને સંભવિત ચેપના કેસ તરીકે તપાસવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ડેટા એન્ટ્રીની ભૂલ, લગ્ન-છૂટાછેડા બાદ સરનેમ બદલવા અને ‘Alias/ઉર્ફે’ દૂર કરવા માટે અલગ પ્રક્રિયા; સંપૂર્ણ નામ બદલવા ગેઝેટ જરૂરી

