Big Relief for Gujarat Farmers: ગુજરાતના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. રવિ પાકની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો હવે ઓનલાઈન અરજી કરીને વિવિધ સરકારી કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકશે.
કૃષિ મંત્રી જુલાઈભાઈ વાઘાણિયાએ જણાવ્યું છે કે રવિ સીઝનમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ મેળવવા માટે ખેડૂતો 15 ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.
Big Relief for Gujarat Farmers: MSP નોંધણીની મુદતમાં 15 દિવસનો વધારો

આ ઉપરાંત ખેડૂતો માટે MSP સંબંધિત નોંધણીની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા પાકોના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો હવે 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
નોંધણીની મુદત વધારવામાં આવતા વધુ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મેળવવાની તક મળશે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર ઓનલાઈન અરજી અને નોંધણી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
Big Relief for Gujarat Farmers: રવિ સિઝન માટે ખેડૂતોને યોજનાઓનો લાભ મળશે

‘આઈ-ખેડૂત પોર્ટલ’ દ્વારા ખેડૂતો કૃષિ સંબંધિત વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકશે અને જરૂરી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે. સરકારના આ નિર્ણયથી રવિ સિઝનમાં ખેડૂતોને બિયારણ તથા અન્ય કૃષિ સહાયનો લાભ મેળવવામાં સરળતા રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નવરાત્રિ પહેલાં બજારોમાં ગરબાનો રંગ, ચણિયાચોળીની ખરીદી તેજ

