AI Changes IT Jobs: ટેકનોલોજી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. ભારતની મોટી IT કંપનીઓમાંની એક Tata Consultancy Services એટલે કે TCSમાં પણ AIના વધતા ઉપયોગ વચ્ચે કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. કંપનીના FY2025-26ના આંકડા મુજબ TCSનું કુલ હેડકાઉન્ટ 23,460 ઘટીને 5,84,519 થયું છે.
AI Changes IT Jobs: એક વર્ષમાં 23,460 કર્મચારીઓની સંખ્યા ઘટી

FY2025-26ના અંતે TCSમાં 5.84 લાખથી વધુ કર્મચારીઓ હતા, જ્યારે અગાઉના નાણાકીય વર્ષના અંતે આ સંખ્યા 6.08 લાખની આસપાસ હતી. જોકે, માર્ચ 2026ના ત્રિમાસિક ગાળામાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 2,356નો નેટ વધારો પણ નોંધાયો હતો
AI Changes IT Jobs: AIથી કામ કરવાની રીતમાં મોટો બદલાવ
AI એજન્ટ્સ અને ઓટોમેશનના વધતા ઉપયોગથી IT કંપનીઓમાં કોડિંગ, ટેસ્ટિંગ, ડેટા એનાલિટિક્સ, કસ્ટમર સપોર્ટ અને બેક-ઓફિસ જેવા અનેક કામ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. TCS પણ પોતાની સેવાઓને Human + AI મોડલ તરફ લઈ જઈ રહી છે અને કર્મચારીઓને નવી ટેક્નોલોજી માટે તૈયાર કરવા મોટા પાયે તાલીમ આપી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ FY2026માં 69 મિલિયન લર્નિંગ કલાકો અને 5.2 મિલિયન નવી ક્ષમતાઓ વિકસાવવામાં આવી હતી, જ્યારે 2.7 લાખથી વધુ કર્મચારીઓ પાસે એડવાન્સ્ડ AI/ML સ્કિલ્સ છે.
AI Changes IT Jobs: AI નોકરીઓ ખતમ કરશે કે નવી નોકરીઓ બનાવશે?
TCSના ચેરમેન એન. ચંદ્રશેખરને જૂન 2026માં જણાવ્યું હતું કે ભવિષ્યમાં કંપનીમાં માનવ કર્મચારીઓ સાથે AI એજન્ટ્સ પણ મોટી ભૂમિકા ભજવશે. તેમના જણાવ્યા પ્રમાણે AIના કારણે કેટલીક કામગીરી ઓટોમેટ થશે, પરંતુ સાથે જ AI, ક્લાઉડ, સાયબર સિક્યોરિટી અને ડેટા જેવા ક્ષેત્રોમાં નવી ભૂમિકાઓ પણ ઊભી થશે. કંપનીએ મોટા પાયે ડાઉનસાઇઝિંગની યોજના ન હોવાનું પણ જણાવ્યું હતું, જોકે ભરતીની ગતિ અગાઉ જેવી રહેવાની નથી.

AI Changes IT Jobs: હવે નવી AI સ્કિલ્સ શીખવી બનશે જરૂરી
IT ક્ષેત્રમાં બદલાતા વાતાવરણ વચ્ચે માત્ર પરંપરાગત કોડિંગ અથવા સપોર્ટ સ્કિલ્સ પૂરતી ન રહે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. AI ટૂલ્સ સાથે કામ કરવાની ક્ષમતા, ડેટા, ક્લાઉડ, સાયબર સિક્યોરિટી અને ઓટોમેશન જેવી સ્કિલ્સનું મહત્વ વધી રહ્યું છે. TCS પણ AI આધારિત સેવાઓમાં સતત રોકાણ કરી રહી છે અને FY2026ના અંતે તેની વાર્ષિક AI આવક $2.3 બિલિયનને પાર કરી હતી
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારતીય મહિલા તીરંદાજી ટીમે એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

