HomeGujaratRent a Garba Partner: ₹2 હજારમાં ‘ગરબા પાર્ટનર’ ભાડે મેળવો! વાયરલ પોસ્ટ...

Rent a Garba Partner: ₹2 હજારમાં ‘ગરબા પાર્ટનર’ ભાડે મેળવો! વાયરલ પોસ્ટ પાછળનું સત્ય શું?

Rent a Garba Partner: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ અને ‘ગરબા પાર્ટનર ભાડે મેળવો’ જેવી પોસ્ટ્સ ચર્ચામાં આવી છે. Instagram અને Facebook પર વાયરલ થઈ રહેલી કેટલીક પોસ્ટ્સમાં ₹1,000થી ₹2,000 સુધીના અલગ-અલગ પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં Gold, Silver અને Platinum પેકેજના નામે ગરબા રમવા, ફોટો-રીલ્સ બનાવવા અને સાથે સમય પસાર કરવા જેવી સેવાઓના દાવા કરવામાં આવ્યા છે.

Rent a Garba Partner: Silverથી Platinum સુધીના પેકેજના દાવા

Rent a Garba Partner

વાયરલ પોસ્ટ્સમાં ₹1,000ના Silver પેકેજમાં બે કલાક સુધી ગરબા રમવા, મેચિંગ આઉટફિટ્સ, ગરબાના સ્ટેપ્સ શીખવવા અને ફોટો-સેલ્ફી જેવી બાબતોનો દાવો કરવામાં આવ્યો હતો.

₹1,500થી ₹2,000ના Gold પેકેજમાં ચાર કલાક ગરબા રમવા ઉપરાંત Instagram Reels અને ફોટા બનાવવાની વાત કરવામાં આવી હતી. જ્યારે કેટલાક પેજ પર ₹2,000થી ₹6,500 સુધીના Platinum પેકેજના દાવા પણ કરવામાં આવ્યા હતા.

Rent a Garba Partner: રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું?

Rent a Garba Partner

આ પ્રકારની પોસ્ટની હકીકત જાણવા સંપર્ક કરવામાં આવતા સામે આવ્યું કે આ કોઈ વાસ્તવિક ‘ગરબા પાર્ટનર રેન્ટલ સર્વિસ’ નથી. પોસ્ટ કરનારા કેટલાક સોશિયલ મીડિયા પેજ સંચાલકોએ સ્વીકાર્યું કે આ કન્ટેન્ટ મનોરંજન અને સોશિયલ મીડિયા પર રીચ તથા ફોલોઅર્સ વધારવા માટે બનાવવામાં આવ્યું હતું.

અર્થાત્, વાયરલ થતી Gold, Silver અને Platinum જેવી ઓફરો વાસ્તવિક બુકિંગ સર્વિસના બદલે લોકોને આકર્ષવા માટેનું કન્ટેન્ટ હોવાનું જણાવાયું છે.

Rent a Garba Partner: સાયબર ફ્રોડ અંગે પણ સાવચેતી

આ પ્રકારની પોસ્ટને કારણે લોકોમાં સાયબર ફ્રોડની આશંકા પણ ઊભી થઈ છે. આપેલી માહિતી અનુસાર, ગાંધીનગર સાયબર સેલ ઓફ એક્સલન્સનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ પ્રકારની પોસ્ટને લઈને અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી ન હોવાનું જણાવાયું હતું.

જોકે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિને પૈસા મોકલતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈપણ પ્રકારની બુકિંગ, એડવાન્સ પેમેન્ટ અથવા વ્યક્તિગત માહિતી શેર કરતા પહેલાં તેની વિશ્વસનીયતા તપાસવી જોઈએ.

Rent a Garba Partner: ‘નવરાત્રિ ભક્તિનો તહેવાર છે’

Rent a Garba Partner

સુરત બજરંગ દળના પ્રતાપ રાજપુરોહિતે આ પ્રકારના ટ્રેન્ડ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે નવરાત્રિ માતાજીની આરાધના, પૂજા અને ગરબા માટેનો તહેવાર છે અને સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટથી દૂર રહેવું જોઈએ.

આ સમગ્ર મામલે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ‘ગરબા પાર્ટનર રેન્ટ’ પોસ્ટ્સનો મુખ્ય હેતુ લોકોનું ધ્યાન ખેંચીને રીચ અને ફોલોઅર્સ વધારવાનો હોવાનું સામે આવ્યું છે. જોકે આવી પોસ્ટના નામે કોઈ વ્યક્તિ પૈસા માંગે તો સાવચેતી રાખવી જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સસ્તો LPG બાટલો જોઈએ છે? 1 ઑક્ટોબર પહેલાં e-KYC કરાવી લો, નહીં તો ₹210ની સબસિડી અટકી શકે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments