Torn Notes & LIC Papers: વિશાખાપટ્ટનમમાં રસ્તા કિનારે ફાટેલી ચલણી નોટોના ઢગલા મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શહેરના સેન્ટ્રલ પાર્ક નજીક રસ્તાની બાજુમાં ₹500, ₹100, ₹50, ₹20 અને ₹10ના ફાટેલા નોટોના ટુકડા મળી આવ્યા હતા. નોટો સાથે PAN કાર્ડ, LICના દસ્તાવેજો અને અન્ય જૂના કાગળો પણ મળી આવતા ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.
Torn Notes & LIC Papers: સવારે વોકિંગ માટે આવેલા લોકોએ પોલીસને જાણ કરી

મળતી માહિતી મુજબ, સવારે વોકિંગ માટે આવેલા કેટલાક લોકોએ રસ્તા કિનારે ફાટેલી નોટો અને દસ્તાવેજો પડેલા જોયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને ફાટેલી નોટો તથા દસ્તાવેજો એકત્ર કર્યા હતા.
Torn Notes & LIC Papers: CCTVના આધારે તપાસ આગળ વધી

પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજના આધારે નોટો ફાડીને રસ્તા પર ફેંકનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં આશરે ₹3,000ની ચલણી નોટો ફાડીને ફેંકવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હવે નોટો અને દસ્તાવેજો અહીં શા માટે ફેંકવામાં આવ્યા હતા, તેની તપાસ કરી રહી છે. પરિવાર સંબંધિત વિવાદની બાબત પણ તપાસમાં સામે આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: PM મોદીના ૭૬મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામ ખાતે ૭૬ હજાર દીવડાઓથી ભવ્ય દીપોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલે કરી મહાઆરતી, ૫ હજાર લોકોએ ગાયું ‘વંદે માતરમ’

