HomeGujaratGujarat Rain: વલ્લભીપુર અને બોરસદમાં 6-6 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 7 સહિત 12...

Gujarat Rain: વલ્લભીપુર અને બોરસદમાં 6-6 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 7 સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain: લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગે ધમાકેદાર શરૂઆત કરી છે. 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુર અને આણંદના બોરસદમાં આશરે 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain: અનેક તાલુકામાં ધોધમાર વરસાદ

Gujarat Rain

વડોદરાના કારંજ, મહેસાણાના કડી અને અમદાવાદના ધોળકામાં આશરે 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 43 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બાકીના અનેક તાલુકાઓમાં પણ બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

Gujarat Rain: 12 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain

હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી અને જામનગર સહિત 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Rain

આ વિસ્તારોમાં કલાકના 15 મીમીથી વધુ ભારે વરસાદ સાથે 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વરસાદની સંભાવના 60 ટકાથી વધુ હોવાને પગલે તંત્રને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain

Gujarat Rain: અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ વિસ્તારોમાં 5થી 15 મીમી પ્રતિ કલાકના મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને પવનની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: જૂનાગઢમાં નદીઓમાં ધસમસતો પ્રવાહ

જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે. ડામદર કુંડમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ પડતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યું છે.

વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની વિપુલ આવક શરૂ થઈ છે અને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat Rain: વડોદરા-અમદાવાદમાં પણ વરસાદી માહોલ

Gujarat Rain

વડોદરામાં ધોધમાર વરસાદને કારણે અનેક રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદના કારણે અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. બીજી તરફ અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

Gujarat Rain

વરસાદ વચ્ચે ગણેશોત્સવને લઈને લોકોમાં ઉત્સાહ યથાવત્ જોવા મળ્યો હતો. જ્યારે તાલાલા ગીરમાં ભારે વરસાદથી સૂકાતા પાકને લઈને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. બપોર બાદ રાજકોટ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

Gujarat Rain

વરસાદ છતાં 17% ઘટ

Gujarat Rain

રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ચારેકોર પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં સિઝનના કુલ વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં હજુ પણ સરેરાશ 17 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવે વરસાદની આ બીજી ઈનિંગ આગામી દિવસોમાં રાજ્યની વરસાદની ઘટ કેટલી હદે પૂરી કરે છે તેના પર સૌની નજર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આશ્ચર્યમ્! RLPના ઉમેદવારને શૂન્ય, ભાજપના ઉમેદવારને માત્ર એક મત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments