Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી તરીકે સતત પાંચ વર્ષ પૂર્ણ કરશે. તેમણે 13 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ તેમણે બીજી વખત મુખ્યમંત્રી તરીકે સરકારની કમાન સંભાળી હતી.
Bhupendra Patel: નરેન્દ્ર મોદી સૌથી આગળ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ નરેન્દ્ર મોદીના નામે નોંધાયેલો છે. તેઓ 7 ઓક્ટોબર 2001થી 22 મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. આ રીતે તેમણે 12 વર્ષથી વધુ સમય સુધી રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.
Bhupendra Patel: લાંબા કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રીઓમાં સ્થાન
મુખ્યમંત્રી તરીકે લાંબા કાર્યકાળની યાદીમાં નરેન્દ્ર મોદી પછી હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી અને વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. હિતેન્દ્ર દેસાઈનો સતત પાંચ વર્ષથી વધુનો કાર્યકાળ રહ્યો હતો, જ્યારે માધવસિંહ સોલંકીએ અલગ-અલગ કાર્યકાળ દરમિયાન કુલ પાંચ વર્ષથી વધુ સમય મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું.

વિજય રૂપાણી પણ પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. હવે 13 સપ્ટેમ્બરે પાંચ વર્ષ પૂર્ણ થતાં ભૂપેન્દ્ર પટેલ લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદીમાં પાંચમા સ્થાને આવશે.
2021માં પ્રથમ વખત શપથ
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લઈને સરકારની કમાન સંભાળી હતી.
આ સાથે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નેતાઓની યાદીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આવતીકાલથી મેઘરાજા ધબધબાટી બોલાવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

