Strategic Shield: ભારત પોતાની સુરક્ષા અને વ્યૂહાત્મક સંતુલન જાળવવા પરમાણુ ક્ષમતાનું સતત આધુનિકીકરણ કરી રહ્યું છે. અમેરિકન થિંક ટેન્ક ‘ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ’ (FAS)ના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારત પાસે હાલ આશરે 190 પરમાણુ હથિયારો છે, જેમાંથી 160થી વધુ હથિયારો વિવિધ ડિલિવરી સિસ્ટમ્સ (મિસાઇલ્સ અને ફાઇટર જેટ્સ) પર તૈનાત કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

Strategic Shield: જમીન, આકાશ અને સમુદ્રમાં ત્રિસ્તરીય તાકાત
ભારતનું ધ્યાન હવે સમુદ્રમાં અજેય ‘ન્યુક્લિયર ટ્રાયડ’ને મજબૂત કરવા પર કેન્દ્રિત છે.
- સમુદ્રી સુરક્ષા: ભારતીય નૌકાદળમાં સામેલ થયેલી ન્યુક્લિયર સબમરીન INS અરિધમાન 8 મિસાઇલ ટ્યુબ ધરાવે છે, જે અગાઉની સબમરીન (INS અરિહંત અને INS અરિઘાત) કરતાં બમણી ક્ષમતા ધરાવે છે. બંગાળની ખાડીમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયેલી K-4 સબમરીન-લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલ આ કવચને વધુ મજબૂત બનાવે છે. ભવિષ્યમાં વધુ મોટી S5 શ્રેણીની સબમરીન પણ તૈયાર કરવાની યોજના છે.
- MIRV ટેકનોલોજી: અગ્નિ-V મિસાઇલમાં મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ એક જ મિસાઇલ વડે અલગ-અલગ દુશ્મન ઠેકાણાઓ પર એકસાથે અનેક વોરહેડ્સ છોડવાની ક્ષમતા આપે છે.
Strategic Shield: પ્લુટોનિયમ ભંડાર અને ફાસ્ટ બ્રીડર રિએક્ટર
FASના આકલન અનુસાર, ભારત પાસે 2026 સુધીમાં લગભગ 730 કિલોગ્રામ હથિયાર-ગ્રેડ પ્લુટોનિયમ હોવાનો અંદાજ છે, જે સૈદ્ધાંતિક રીતે 225 વધારાના વોરહેડ્સ બનાવવા માટે પૂરતું છે. આ ઉપરાંત, 500 મેગાવોટના પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR)ની ક્રિટિકાલિટી બાદ ભારતની પ્લુટોનિયમ ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો થયો છે, જે વાર્ષિક આશરે 35 નવા વોરહેડ્સ બનાવવાની ક્ષમતા પૂરી પાડી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સોનું-ચાંદી ફરી મોંઘાં, સોનું ₹1.54 લાખ અને ચાંદી ₹2.39 લાખે પહોંચી

