Rain Brings Relief to Saurashtra: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરીથી એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેતીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં વધી હતી. ત્યારે ફરી વરસાદ વરસતા પાકને રાહત મળવાની આશા જાગી છે.
Rain Brings Relief to Saurashtra: જામનગરના ધ્રોલ પંથકમાં વરસાદ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખીજડીયા, બીજલકા અને ઈટાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોને ખેતીના પાક માટે રાહત મળી છે. વરસાદના અભાવે સુકાઈ રહેલા પાકને હવે ફરી જીવતદાન મળવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
Rain Brings Relief to Saurashtra: જૂનાગઢથી સાવરકુંડલા સુધી વરસાદી માહોલ

સૌરાષ્ટ્રના જૂનાગઢ, સાવરકુંડલા અને જેસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાવરકુંડલા પંથકના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં રસ્તાઓ અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા.
ખેડૂતોને વધુ વરસાદની આશા
વરસાદની ફરી એન્ટ્રીથી ખેડૂતોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો છે. જોકે ખેતીના પાકને પૂરતી રાહત મળે તે માટે આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર, નવા પ્રભારીઓની નિમણૂક

