HomeSportsVaibhav-Tilak Clash: વૈભવ અને તિલક વચ્ચે ચાલુ મેચમાં બબાલ: સ્લેજિંગ બાદ મામલો...

Vaibhav-Tilak Clash: વૈભવ અને તિલક વચ્ચે ચાલુ મેચમાં બબાલ: સ્લેજિંગ બાદ મામલો અમ્પાયર સુધી પહોંચ્યો

Vaibhav-Tilak Clash: દુલિપ ટ્રોફી 2026-27ની ફાઇનલ મેચમાં ક્રિકેટના રોમાંચ વચ્ચે મેદાન પર ખેલાડીઓ વચ્ચે ગરમાગરમીનો બનાવ સામે આવ્યો છે. ઇસ્ટ ઝોનના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા વચ્ચે ચાલુ મેચમાં બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં હળવી મજાક અને સ્લેજિંગથી શરૂ થયેલી વાત થોડી જ ક્ષણોમાં ઉગ્ર બની ગઈ હતી.

ઘટના એટલી વધી ગઈ કે બંને ખેલાડીઓ વચ્ચે વધતો તણાવ જોઈને અમ્પાયરોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ખેલાડીઓ વચ્ચેની ગરમાગરમી જોવા મળી રહી છે.

Vaibhav-Tilak Clash: તિલકે કહ્યું- ‘શું યાર, આ વાઇસ-કેપ્ટન છે?’

Vaibhav-Tilak Clash

આ ઘટના ઇસ્ટ ઝોનની પહેલી ઇનિંગની 11મી ઓવરમાં બની હતી. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા સતત વૈભવ સૂર્યવંશી સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની વાઇસ-કેપ્ટન્સીને લઈને તિલકે સ્લેજિંગ કરતા કહ્યું હતું કે, શું યાર, આ વાઇસ-કેપ્ટન.’

આ ટિપ્પણી બાદ વાતાવરણ અચાનક ગરમ થઈ ગયું. તિલક વૈભવની નજીક ગયા અને ઈશારા સાથે ઉગ્ર પ્રતિક્રિયા આપી. બીજી તરફ વૈભવે પણ પીછેહઠ ન કરી અને તિલકનો સામનો કર્યો.

બંને વચ્ચેનો તણાવ વધતો જોઈને અમ્પાયરોએ તરત જ વચ્ચે પડી બંને ખેલાડીઓને અલગ કર્યા હતા.

Vaibhav-Tilak Clash: વિવાદ પહેલાં વૈભવનું બેટ પણ ગરજ્યું

Vaibhav-Tilak Clash

મેદાન પર વિવાદમાં આવેલા વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં બેટિંગથી પણ પોતાની છાપ છોડી હતી. અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને તેણે ઇસ્ટ ઝોનને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાઈ હતી.

વૈભવે માત્ર 37 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેની આક્રમક ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.

જોકે વૈભવ અડધી સદીથી માત્ર થોડા રન દૂર રહી ગયો હતો. ફાસ્ટ બોલર મિલિંદના શોર્ટ પિચ બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં બોલ બેટની કિનારી સાથે લાગ્યો અને હવામાં ગયો હતો. ત્યારબાદ તનય ત્યાગરાજાએ કેચ પકડીને વૈભવની ઇનિંગનો અંત કર્યો હતો.

Vaibhav-Tilak Clash: સેમિફાઇનલ બાદ ફાઇનલમાં પણ આક્રમક બેટિંગ

દુલિપ ટ્રોફીની સેમિફાઇનલમાં પણ વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમિફાઇનલમાં તેણે 92 અને 40 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ફાઇનલમાં પણ 44 રનની આક્રમક ઇનિંગ સાથે તેણે રેડ બોલ ક્રિકેટમાં પોતાની ક્ષમતા દર્શાવી છે.

મેદાન પર તિલક વર્મા સાથે થયેલી ગરમાગરમી બાદ હવે વૈભવના પ્રદર્શન પર પણ નજર રહેશે. યુવા બેટર માટે આ મેચ રેડ બોલ ક્રિકેટમાં પોતાની ઓળખ વધુ મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક બની છે.

Vaibhav-Tilak Clash: હવે અફઘાનિસ્તાન સામેની સિરીઝ પર નજર

દુલિપ ટ્રોફીની ફાઇનલ બાદ વૈભવ સૂર્યવંશી હવે આગામી આંતરરાષ્ટ્રીય પડકાર માટે તૈયાર થશે. તે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝમાં ભારતીય ટીમ સાથે રમતો જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: UNના ‘ઈક્વલ અર્થ’ નકશા મુદ્દે ભારતની ચેતવણી: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું ખોટું ચિત્રણ અસ્વીકાર્ય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments