MYSTERY FROM THE EARTH: માળિયા (મિયાણા) ખાતે આવેલા ચામુંડા માતાજીના મઢે ધજનો ટાવર ઊભો કરવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અનોખી ઘટના સામે આવી છે. ખોદકામ દરમિયાન એકસાથે 34 શંખ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, ખોદકામ દરમિયાન આશરે 7 ફૂટની ઊંડાઈએ મટકી, ત્યારબાદ 8 ફૂટની ઊંડાઈએ શંખ મળી આવ્યા હતા. જ્યારે આશરે 9 ફૂટની ઊંડાઈએ પાણી નીકળ્યું હોવાનું જણાવાયું છે. એકસાથે મોટી સંખ્યામાં શંખ મળી આવતા સમગ્ર ઘટના સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે.
MYSTERY FROM THE EARTH: 34માંથી 2 શંખ મંદિરમાં રખાયા

મળેલા કુલ 34 શંખમાંથી પાટીડીયા પરિવારે બે શંખ ચામુંડા માતાજીના મંદિરમાં રાખ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે બાકીના 32 શંખને ધાર્મિક આસ્થા સાથે ફરી ધરતી માતાને અર્પણ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકો આ ઘટનાને ચામુંડા માતાજીની કૃપા અને ધાર્મિક આસ્થા સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, શંખ કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં આટલી ઊંડાઈએ મળ્યા તે અંગે કોઈ વૈજ્ઞાનિક કારણની પુષ્ટિ કરવામાં આવી નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લીક કરો: મુસ્લિમ સમાજસેવકે શરૂ કરેલો જન્માષ્ટમી ઉત્સવ, 58 વર્ષમાં પહેલીવાર આયોજન સમિતિમાં માત્ર હિન્દુ સભ્યો

