HomeGujaratDeepak Tijori Meets Gujarat CM: ગુજરાતી સિનેમાના ઉત્થાન માટે ખાસ રજૂઆત, થિયેટરોમાં...

Deepak Tijori Meets Gujarat CM: ગુજરાતી સિનેમાના ઉત્થાન માટે ખાસ રજૂઆત, થિયેટરોમાં સ્ક્રીન ફાળવવા અને મોટા બજેટની ફિલ્મો બનાવવાની માંગ સાથે દીપક તિજોરીએ મુખ્યમંત્રી સાથે કરી બેઠક

Deepak Tijori Meets Gujarat CM: બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર દીપક તિજોરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં યોગ્ય અને પૂરતી સ્ક્રીન ન મળતી હોવાનો ગંભીર મુદ્દો તેમણે મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવ્યો હતો.

દીપક તિજોરીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે, ‘ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે’ તેવી ચોક્કસ વ્યવસ્થા થવી જોઇએ, જેથી ગુજરાતી ફિલ્મો સરળતાથી દર્શકો સુધી પહોંચી શકે અને નિર્માતાઓને પોતાની ફિલ્મ રજૂ કરવાની યોગ્ય તક મળી રહે.

Deepak Tijori Meets Gujarat CM

Deepak Tijori Meets Gujarat CM: થિયેટરોમાંથી ગુજરાતી ફિલ્મો હટાવી દેવાની સમસ્યા

રજૂઆત કરતાં દીપક તિજોરીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવા છતાં ઘણી વખત ફિલ્મોને પૂરતી સ્ક્રીન મળતી નથી. વળી, હિન્દી તથા અન્ય ભાષાની મોટી ફિલ્મો રિલીઝ થતાં જ ગુજરાતી ફિલ્મોને થિયેટરમાંથી હટાવી દેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ફિલ્મોના નિર્માતા, કલાકારો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

Deepak Tijori Meets Gujarat CM: મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કાયદો બનાવવાની માંગ

ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે તેમણે મહારાષ્ટ્રની તર્જ પર ગુજરાતમાં પણ સ્થાનિક ભાષાની ફિલ્મો માટે સ્ક્રીન ફાળવણી અંગે વિશેષ નિયમ કે નીતિ બનાવવાની માંગ કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ એવો નિયમ બનાવવાનો છે કે જેનાથી થિયેટર માલિકોને પણ આર્થિક નુકસાન ન થાય અને સાથે સાથે ગુજરાતી ફિલ્મોને પણ યોગ્ય પ્રમાણમાં સ્ક્રીન મળી રહે.

Deepak Tijori Meets Gujarat CM: મોટા બજેટની ફિલ્મો અને સિનેમાનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ

દીપક તિજોરીએ ફિલ્મોના કન્ટેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડને વધુ ઊંચા સ્તરે લઈ જવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. ફિલ્મોમાં વધુ બજેટનું રોકાણ થાય, મોટા પાયે ફિલ્મો બને અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતી કલાકારો, પ્રોડ્યુસર, દિગ્દર્શકો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી યોગ્ય સહકાર મળે તો ભવિષ્યમાં વધુ સારી અને મોટા બજેટની ફિલ્મો બની શકે છે. ગુજરાતી ફિલ્મોને ગુજરાતમાં જ યોગ્ય સન્માન, દર્શકો સુધી પહોંચવા માટે પૂરતી સ્ક્રીન અને પ્રોત્સાહન મળે તે માટે નીતિ બનાવવાની માંગ સાથે દીપક તિજોરીએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Apple Event પહેલાં મોટો ધડાકો : iPhone સહિત આ પ્રોડક્ટ્સ થઈ શકે બંધ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments