Major Investment Opportunity: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ અને ટેલિકોમ શાખા જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના IPOને માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) તરફથી લીલીઝંડી મળી ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના પોર્ટલ પર પણ જિયોના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) નું સ્ટેટસ ‘એપ્રુવ્ડ’ બતાવવા લાગ્યું છે. જાણકારોના અનુમાન મુજબ, દિવાળીની આસપાસ આ IPO માર્કેટમાં લોન્ચ થઈ શકે છે.
Major Investment Opportunity: 27 કરોડ નવા શેર અને ₹37,700 કરોડ એકત્ર કરવાનો પ્લાન
આ વર્ષે 19 જૂને રિલાયન્સની 49મી વાર્ષિક બેઠકમાં ચેરમેન મુકેશ અંબાણીએ જિયો પ્લેટફોર્મ્સના IPOની જાહેરાત કરી હતી. કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 27 કરોડ નવા ઇક્વિટી શેર બહાર પાડીને આશરે 4 બિલિયન ડોલર એટલે કે ₹37,700 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ IPO સંપૂર્ણપણે ‘ફ્રેશ ઇશ્યૂ’ છે, જેમાં કોઈ પણ પ્રમોટર કે હાલના રોકાણકાર દ્વારા ‘ઓફર ફોર સેલ’ (OFS) હેઠળ હિસ્સો વેચવામાં આવશે નહીં.
Major Investment Opportunity: જિયોનું મજબૂત પ્રદર્શન અને યુઝર બેઝ
આકાશ અંબાણી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જિયોના ગ્રાહકોની સંખ્યા 52.4 કરોડથી વધુ થઈ ગઈ છે, જ્યારે 1.3 કરોડથી વધુ ઘરો ‘જિયો એરફાઇબર’ સાથે જોડાયેલા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ ₹1,46,885 કરોડની કુલ આવક અને ₹30,000 કરોડથી વધુનો ચોખ્ખો નફો (PAT) નોંધાવ્યો છે.
Major Investment Opportunity: શેરબજારમાં લિસ્ટિંગ
આ શેરોને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે. પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો આગામી સમયમાં બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જાહેર કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર, સેહવાગ-દ્રવિડના પુત્રોને મોકો, રાજકોટ-અમદાવાદમાં રમાશે મેચો

