HomeSuratNo Biological Sister: સુરતના શિક્ષકની અનોખી સેવા: સગી બહેન નથી, છતાં 3000થી...

No Biological Sister: સુરતના શિક્ષકની અનોખી સેવા: સગી બહેન નથી, છતાં 3000થી વધુ બહેનોના બન્યા ‘ભાઈ’

No Biological Sister: રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો પવિત્ર તહેવાર. પરંતુ સુરતમાં આ પર્વે ભાઈ-બહેનના સંબંધની એક અનોખી કહાની સામે આવી છે. સુરતના શિક્ષક નરેશ મહેતાને એકપણ સગી બહેન નથી, છતાં આજે તેઓ ગુજરાતભરની 3000થી વધુ બહેન-દીકરીઓના લાડલા ભાઈ બની ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આર્થિક, સામાજિક કે પારિવારિક કારણોસર અભ્યાસ અધૂરો છોડી ચૂકેલી બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યાં છે.

No Biological Sister: 12 વર્ષથી શિક્ષણ સેવામાં જોડાયેલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બરબટાણા ગામના વતની નરેશ મહેતા વર્ષ 2002થી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ગામમાં પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે મહુવામાં હાઈસ્કૂલ અને ભાવનગરના સોનગઢમાં PTCનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ સુરત નગર પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા અને હરિધામ સોસાયટીની સ્કૂલ નંબર-271માં 15 વર્ષ સુધી ફરજ બજાવી હતી.

No Biological Sister: મજૂરી કરતી દીકરીઓને ભણાવવાની શરૂઆત

No Biological Sister

વર્ષ 2015માં નરેશ મહેતાએ જોયું કે અનેક દીકરીઓ આર્થિક મજબૂરી અને સમયના અભાવે સ્કૂલ છોડી સાડી, લેસ, દોરા કટિંગ સહિતના મજૂરી કામમાં જોડાઈ ગઈ હતી. સરકારી શાળામાં શિક્ષણ મફત હોવા છતાં પરિવારની પરિસ્થિતિને કારણે તેઓ નિયમિત સ્કૂલે જઈ શકતી નહોતી.

આવી દીકરીઓને શિક્ષણ સાથે જોડવા માટે નરેશ મહેતાએ તેમના ઘરે જઈને તેમના અનુકૂળ સમયે ડોર-ટુ-ડોર શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પુસ્તકો અને અન્ય શિક્ષણ સામગ્રી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી.

No Biological Sister: કોરોના બાદ સમગ્ર ગુજરાત સુધી પહોંચ્યું અભિયાન

વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન શિક્ષણની જરૂરિયાત ઊભી થતાં નરેશ મહેતાનું આ અભિયાન સુરતની બહાર પણ પહોંચ્યું. ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયાના માધ્યમથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો અને ધીમે ધીમે ગુજરાતના વિવિધ શહેરો તથા ગામડાંમાંથી બહેનો તેમની સાથે જોડાવા લાગી.

દર વર્ષે આશરે 500 જેટલી બહેનો-દીકરીઓ ઓનલાઈન માધ્યમથી અભ્યાસ સાથે જોડાતી ગઈ. અત્યાર સુધીમાં 3000થી વધુ બહેનો અને દીકરીઓને શિક્ષણ આપવામાં આવ્યું છે.

No Biological Sister: કોઈ ડોક્ટર બની, કોઈ શિક્ષિકા તો કોઈ આત્મનિર્ભર

No Biological Sister

નરેશ મહેતાની મદદથી અનેક બહેનોએ વર્ષો પહેલાં અધૂરો છોડેલો અભ્યાસ ફરી શરૂ કર્યો. અનેક વિદ્યાર્થિનીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાસ કરી છે, જ્યારે કેટલીકએ કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. કેટલીક બહેનો સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે.

તેમની સાથે જોડાયેલી દીકરીઓમાંથી કેટલીક હોસ્પિટલ, બેંક, સ્કૂલ, આંગણવાડી અને વિવિધ કંપનીઓમાં નોકરી મેળવી આત્મનિર્ભર બની છે. એક દીકરી તો MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને હાલમાં ઈન્ટર્નશિપ કરી રહી છે.

No Biological Sister: રક્ષાબંધને 321 બહેનોએ બાંધી રાખડી

No Biological Sister

નરેશ મહેતાના પરિવારના ત્રણેય ભાઈઓ છે અને તેમની કોઈ સગી બહેન નથી. પરંતુ રક્ષાબંધનના દિવસે આ ખોટ જાણે હજારો બહેનોના પ્રેમે પૂરી કરી દીધી હોય તેમ જોવા મળ્યું.

રક્ષાબંધન-2026ની ઉજવણીમાં 321 બહેન-દીકરીઓએ એકસાથે નરેશ મહેતાને રાખડી બાંધી હતી. કોઈ દીકરી પોતાની માતા સાથે આવી હતી તો કોઈ પોતાના બાળક સાથે. બહેનોની લાંબી લાઈન અને રાખડી બાંધવાના દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભાવુક બનાવી દીધું હતું.

No Biological Sister: એક રાખડીથી શરૂ થયો હજારો બહેનો સાથેનો સંબંધ

No Biological Sister

નરેશ મહેતા જણાવે છે કે વર્ષ 2012માં રક્ષાબંધન દરમિયાન એક દીકરીને ભાઈ ન હોવાનું જાણવા મળ્યું ત્યારે તેમણે ભાઈ બનીને તેની પાસે રાખડી બંધાવી હતી. ત્યારથી શરૂ થયેલો આ સંબંધ આજે હજારો બહેનો સુધી પહોંચી ગયો છે.

તેમના માટે આ માત્ર શિક્ષણનું અભિયાન નથી, પરંતુ બહેનોને શિક્ષણ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા આપવાનો પ્રયાસ છે. ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આજે પરિણીત બહેનો પણ વર્ષો પહેલાં અધૂરો છોડેલો અભ્યાસ ફરી શરૂ કરી રહી છે.

No Biological Sister: શિક્ષણ સાથે સાયબર ફ્રોડ અંગે પણ જાગૃતિ

નરેશ મહેતા માત્ર પુસ્તકી શિક્ષણ પૂરતું કાર્ય મર્યાદિત રાખતા નથી. તેઓ બહેનોને સામાજિક જ્ઞાન, વર્તમાન પરિસ્થિતિ અને સાયબર ફ્રોડથી બચવા અંગે પણ જાગૃત કરે છે. તેમના મતે શિક્ષણનો સાચો હેતુ માત્ર પરીક્ષા પાસ કરવો નહીં, પરંતુ વ્યક્તિને જાગૃત, સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના સંકલ્પનું પર્વ; 28 ઓગસ્ટે રક્ષાબંધનની ઉજવણી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments