HomeVideshNepal Disaster: USGSના વિશ્લેષણમાં નવો વળાંક; ભૂકંપ જેવી નોંધાયેલી સિસ્મિક હલચલ પાછળ...

Nepal Disaster: USGSના વિશ્લેષણમાં નવો વળાંક; ભૂકંપ જેવી નોંધાયેલી સિસ્મિક હલચલ પાછળ ગ્લેશિયર ધરાશાઈ અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ હોવાની શક્યતા

Nepal Disaster: નેપાળમાં સર્જાયેલા વિનાશક જળપ્રલયનું ચોક્કસ કારણ શું હતું તેને લઈને હવે વૈજ્ઞાનિક સ્તરે ચર્ચા વધુ તેજ બની છે. શરૂઆતમાં તિબેટ વિસ્તારમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે ગ્લેશિયર તૂટ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, અમેરિકન જિયોલોજિકલ સર્વે એટલે કે USGSના વિશ્લેષણ બાદ આ ઘટનાને લઈને નવો વળાંક આવ્યો છે.

Nepal Disaster: ભૂકંપ નહીં, ગ્લેશિયર ધરાશાઈ થવાની શક્યતા?

Nepal Disaster

સિસ્મિક સ્ટેશનોમાંથી મળેલા ડેટા, લાંબા સમય સુધી નોંધાયેલી સિસ્મિક તરંગો અને સેટેલાઈટ તસવીરોના અભ્યાસમાં ભૂકંપ કરતાં અલગ પ્રકારની હલચલના સંકેતો મળ્યા હોવાનું જણાવાયું છે. આ હલચલ ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાઈ થવા અને ત્યારબાદ કાટમાળ તથા પાણીના પ્રચંડ પ્રવાહ સાથે જોડાયેલી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જો આ તારણની પુષ્ટિ થાય તો નેપાળની આ વિનાશક ઘટનાના કારણ અંગે અત્યાર સુધીની સમજમાં મોટો ફેરફાર થઈ શકે છે.

Nepal Disaster: 5,200 મીટરની ઊંચાઈએથી ગ્લેશિયર ધસી પડ્યાનો દાવો

કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગરી સાથે સંકળાયેલા જિયોમૉર્ફોલૉજિસ્ટ ડેનિયલ શુગરના વિશ્લેષણ મુજબ, આશરે 5,200 મીટરની ઊંચાઈએથી ગ્લેશિયરનો મોટો હિસ્સો નીચે ધસી પડ્યો હોવાની શક્યતા છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં રહેલા બરફ, ખડકો અને કાટમાળને પણ પોતાની સાથે ખેંચ્યા હોઈ શકે છે.

Nepal Disaster: પીગળતા બરફના પાણીએ વધારી અસ્થિરતા?

વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી એક શક્યતા મુજબ વધતા તાપમાનને કારણે બરફ પીગળવાથી પાણી ગ્લેશિયરના તળિયા સુધી પહોંચી શકે છે. આ પાણી ગ્લેશિયર અને તેની નીચેની સપાટી વચ્ચે ઘર્ષણ ઘટાડે તો ગ્લેશિયરની સ્થિરતા નબળી પડી શકે છે અને અચાનક મોટા પ્રમાણમાં બરફ તથા કાટમાળ નીચે ધસી પડી શકે છે.

Nepal Disaster: સેટેલાઈટ તસવીરો બની મહત્વપૂર્ણ પુરાવો

Nepal Disaster

આ ઘટનાની તપાસમાં સેટેલાઈટ તસવીરો પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ઘટનાના પહેલાં અને બાદની તસવીરોની સરખામણી કરીને ગ્લેશિયરમાં થયેલા ફેરફાર, કાટમાળના સ્થળાંતર અને પાણીના પ્રવાહના માર્ગને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નેપાળ સરકારનું તારણ અલગ દિશામાં

Nepal Disaster

બીજી તરફ નેપાળ સરકાર દ્વારા ભૂકંપ અને ત્યારબાદ થોડા જ સમયમાં આવેલા જળપ્રલયના સમયગાળાને ધ્યાનમાં રાખીને બંને ઘટનાઓ વચ્ચે સંભવિત સંબંધની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે હાલ ભૂકંપની ભૂમિકા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી નથી.

આથી જળપ્રલયનું અંતિમ કારણ નક્કી કરવા સિસ્મિક ડેટા, સેટેલાઈટ તસવીરો, ગ્લેશિયર મોનિટરિંગ અને ભૂગર્ભીય પુરાવાઓનું વધુ વિશ્લેષણ જરૂરી બન્યું છે. ભૂકંપથી ગ્લેશિયર તૂટ્યું હતું કે ગ્લેશિયર ધરાશાઈ થવાથી ભૂકંપ જેવી સિસ્મિક હલચલ સર્જાઈ હતી, તે સવાલનો ચોક્કસ જવાબ વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ થયા બાદ જ મળી શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: તિબેટથી ભોટે કોશી-ત્રિશૂલી-નારાયણી થઈ ગંડકમાં પહોંચે છે પાણી; વાલ્મીકીનગર બેરાજ પર સતત મોનિટરિંગ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments