HomeGujaratJambusar Fertilizer Scam: જંબુસર યુનિયન જીનમાં નકલી કુપનથી ખાતર મેળવવાનો આરોપ: બે...

Jambusar Fertilizer Scam: જંબુસર યુનિયન જીનમાં નકલી કુપનથી ખાતર મેળવવાનો આરોપ: બે આરોપીની ધરપકડ, અઢી દિવસના રિમાન્ડ મંજૂર

Jambusar Fertilizer Scam:  જંબુસર સ્થિત યુનિયન જીન ખાતે નકલી કુપનના આધારે ખાતર મેળવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે જંબુસર પોલીસે બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં જંબુસર કોર્ટે બંનેના અઢી દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Jambusar Fertilizer Scam

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં મુસ્તકીમ અશરફ અને સફવાન ઈદ્રીસ નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કુપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Jambusar Fertilizer Scam

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સંસ્થાને 15 જેટલી નકલી કુપન મળી આવી હતી. ત્યારબાદ સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Jambusar Fertilizer Scam

Jambusar Fertilizer Scam: નકલી કુપન ક્યાંથી આવ્યા?

Jambusar Fertilizer Scam

પોલીસ હવે નકલી કુપન કોણે તૈયાર કર્યા, તેનો ઉપયોગ કરીને કેટલા પ્રમાણમાં ખાતર મેળવવામાં આવ્યું અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને નકલી કુપન કાંડની સમગ્ર કડી સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

Jambusar Fertilizer Scam

હાલ જંબુસર પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ નકલી કુપન કાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવે છે કે કેમ તે પણ સ્પષ્ટ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સદીનું સૌથી શક્તિશાળી અલ-નીનો? ભારતના ચોમાસા પર વધ્યો ખતરો, વરસાદ ઘટ્યો તો ખેતી અને ખાદ્ય ભાવ પર પડશે અસર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments