HomeEntertainmentYouTube Redefines Public Views: YouTubeના વ્યૂઝ ગણવાના નિયમમાં મોટો ફેરફાર, 24 ઓગસ્ટથી...

YouTube Redefines Public Views: YouTubeના વ્યૂઝ ગણવાના નિયમમાં મોટો ફેરફાર, 24 ઓગસ્ટથી સર્જકો માટે નવી ગણતરી શરૂ થશે

YouTube Redefines Public Views: ટેકનોલોજીની દુનિયામાં સૌથી લોકપ્રિય વિડિયો પ્લેટફોર્મ YouTube દ્વારા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આગામી 24 ઓગસ્ટ, 2026થી YouTube પર વિડિયો અને લાઈવ સ્ટ્રીમ સંબંધિત વ્યૂઝ ગણવાની પદ્ધતિમાં નવો નિયમ અમલમાં આવવાનો છે. આ ફેરફારથી પ્લેટફોર્મ પર વિડિયો બનાવતા લાખો સર્જકોની વ્યૂઝ મેળવવાની રીત પર સીધી અસર પડશે.

YouTube Redefines Public Views

YouTube Redefines Public Views: વિડિયો શરૂ થતા જ જાહેર વ્યૂમાં થઈ શકે છે વધારો

નવી વ્યવસ્થા મુજબ, જ્યારે પણ કોઈ દર્શક YouTube પર કોઈ વિડિયો શરૂ કરશે, ત્યારે તરત જ જાહેર વ્યૂઝની સંખ્યામાં એક વ્યૂ ઉમેરાઈ શકે છે. આનો અર્થ એ થયો કે દર્શકે વિડિયો લાંબા સમય સુધી જોવો જરૂરી નહીં રહે, અને વિડિયો શરૂ થતાંની સાથે જ તેના પબ્લિક વ્યૂઝમાં વધારો જોવા મળી શકે છે. આ ફેરફાર લાંબા વિડિયો અને લાઈવ સ્ટ્રીમ પર વિશેષ અસર કરશે, જેના કારણે અગાઉની સરખામણીમાં વ્યૂઝ ખૂબ જ ઝડપથી વધતા નજરે પડશે.

YouTube Redefines Public Views: કમાણી આપમેળે નહીં વધે અને એન્ગેજમેન્ટ બનશે મુખ્ય આધાર

આ નવા ફેરફારને લઈને સર્જકોએ એક મહત્વપૂર્ણ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે, જાહેર વ્યૂઝ વધવાથી YouTube પરથી થતી કમાણી આપમેળે નહીં વધે. YouTube Partner Program ની પાત્રતામાં પણ આ ફેરફારથી કોઈ જ સીધો બદલાવ થવાનો નથી. તેથી સર્જકોએ માત્ર વ્યૂઝની સંખ્યાને સફળતાનો માપદંડ માનવાને બદલે દર્શકો વિડિયો સાથે કેટલો સમય જોડાયેલા રહે છે તેના પર વિશેષ ધ્યાન આપવું પડશે.

વધુ વ્યૂઝનો અર્થ એવો ક્યારેય નહીં થાય કે દર્શકોએ વિડિયો સંપૂર્ણ અથવા લાંબા સમય સુધી જોયો છે. આ કારણોસર સર્જકો માટે હવે વોચ ટાઇમ, ઓડિયન્સ રિટેન્શન અને એન્ગેજમેન્ટ જેવા આંકડાઓ વધુ મહત્વના બનશે. જોકે, જૂની પદ્ધતિથી મળતા ઉપયોગી આંકડાઓ YouTube Analytics માં ‘Engaged Views’ તરીકે ઉપલબ્ધ રહેશે, જે ક્રિએટર્સને તેમના પ્રદર્શનનું યોગ્ય આકલન કરવામાં મદદ કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાજકોટમાં ‘નો નંબર પ્લેટ, નો ઇંધણ’ નિયમ બન્યો કાગળ પર, પેટ્રોલ પંપો પર રિયાલિટી ચેકમાં પોલ ખુલી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments