Leopard Panic in Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડો દેખાવાની ઘટના સામે આવી છે. સાણંદના મોટી ગામેતી ગામમાં દીપડો દેખાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
Leopard Panic in Sanand: વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

ગામમાં દીપડો ઘૂસ્યા હોવાની માહિતી મળતા જ વનવિભાગ ત્વરિત હરકતમાં આવ્યું છે. વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને દીપડાની હાજરી અંગેની સઘન તપાસ શરૂ કરી દીધી છે. વનકર્મીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં પશુઓના પંજાના નિશાન અને અન્ય પુરાવાઓ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ગ્રામજનોમાં ચિંતા અને સાવચેતીની અપીલ

દીપડાના આંટાફેરાની આશંકાને પગલે મોટી ગામેતી ગામ તથા આસપાસના ગામડાઓના ખેડૂતો અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ વનવિભાગ સમક્ષ વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. વનવિભાગ દ્વારા પણ લોકોને રાત્રિના સમયે ખેતરોમાં કે અંધારા વિસ્તારમાં એકલા ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના યુ.એસ. પ્રવાસનો પ્રારંભ: સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથે બેઠક અને સંવાદ

