HomeSportsSuperman Shubman: 'સૂપરમેન શુબમન'! કેપ્ટન ગિલના એક હાથે શાનદાર ડાઇવિંગ કેચે સોશિયલ...

Superman Shubman: ‘સૂપરમેન શુબમન’! કેપ્ટન ગિલના એક હાથે શાનદાર ડાઇવિંગ કેચે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

Superman Shubman: શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાની અદભુત ફિલ્ડિંગ અને ચપળતાથી મેચનું પાસું પલટી નાખ્યું છે. ગિલે શ્રીલંકાના બેટ્સમેન કામિન્દુ મેન્ડિસનો એક હાથથી અશક્ય લાગતો કેચ ઝડપીને સૌને ચોંકાવી દીધા છે, જેને લઈને હાલ સોશિયલ મીડિયા પર તેની ચર્ચાએ જોર પકડ્યું છે અને તેને ‘Superman Shubman’નું બિરુદ આપવામાં આવ્યું છે.

Superman Shubman: કેવી રીતે પકડાયો અદ્ભુત કેચ?

Superman Shubman

શ્રીલંકાની પહેલી ઇનિંગ્સની ૧૭મી ઓવર ચાલી રહી હતી. કુલદીપ યાદવે ઓફ સ્ટમ્પની બહાર ફુલર લેન્થ બોલ ફેંક્યો. કામિન્દુ મેન્ડિસ બોલની પીચ સુધી પહોંચ્યા વગર આગળ વધીને એક્સ્ટ્રા કવરની દિશામાં રમવા ગયો. શોટમાં પૂરતી તાકાત નહોતી, પરંતુ બોલ જમીનને અડવાની અણી પર હતો.

આ ક્ષણે કેપ્ટન શુભમન ગિલે એક પણ પળ ગુમાવ્યા વગર ડાબી તરફ અતિશય ઝડપથી છલાંગ લગાવી. તેમનું શરીર હવામાં જમીનને સમાંતર થઈ ગયું હતું. ગિલે જમીનથી માત્ર થોડા ઇંચ ઉપર હવામાં જ ડાબા હાથેથી બોલને આશ્ચર્યજનક રીતે કેચ કરી લીધો. જમીન પર પડ્યા બાદ પણ બોલ પર તેમની પકડ મજબૂત રહી હતી.

Superman Shubman: મેચનું ટર્નિંગ પોઈન્ટ અને શ્રીલંકા પર દબાણ

કામિન્દુ મેન્ડિસ ૨૫ બોલમાં ૧૪ રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ભલે આ વિકેટ બોલર કુલદીપ યાદવના ખાતામાં ગઈ, પરંતુ આ સફળતાની અસલી વાર્તા કેપ્ટન ગિલનો અસાધારણ પ્રયાસ જ હતો. આ વિકેટ પડતાં જ શ્રીલંકાની ટીમ ૫૯ રનમાં ૪ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને ભારતના ૪૬૨ રનના વિશાળ સ્કોર સામે દબાણમાં આવી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર છવાયા ‘સૂપરમેન શુબમન’

સામાન્ય રીતે કેપ્ટનો વિકેટની પાછળ કે સ્લિપમાં ઊભા રહીને કેચ પકડતા હોય છે, પરંતુ ગિલે એવા ફિલ્ડિંગ પોઝિશન પર આ કેચ પકડ્યો જ્યાં અડધી સેકન્ડનો વિલંબ પણ મેચ બદલી શકતો હતો.

કોમેન્ટ્રી બોક્સમાં પણ સન્નાટો ચીરીને અવાજ આવ્યો કે, ઓહ માય ડેઝ! વૉટ એન એક્સેલેન્ટ કેચ!’ સોશિયલ મીડિયા પર ક્રિકેટપ્રેમીઓએ ગિલના આ કેચને વાયરલ કરીને તેને ‘Superman Shubman’ નામ આપ્યું છે, જે આ અદ્ભુત ક્ષણ માટે બિલકુલ સચોટ સાબિત થયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મહાકાલેશ્વર મંદિરમાં નાગપંચમી પર સર્જાઈ નાસભાગ જેવી સ્થિતિ: કરંટની અફવા ફેલાતા 13 શ્રદ્ધાળુઓની તબિયત લથડી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments