HomeVadodaraVadodara Gets a New Green Escape: વડોદરાવાસીઓ માટે ખુશખબર: લાલબાગ બ્રિજ નીચે...

Vadodara Gets a New Green Escape: વડોદરાવાસીઓ માટે ખુશખબર: લાલબાગ બ્રિજ નીચે વિકસાવાયું નવું નજરાણું ‘લાલબાગ ઓએસિસ’

Vadodara Gets a New Green Escape: શહેરને વધુ સુંદર, સ્વચ્છ અને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. લાંબા સમયથી અવગણનાનો ભોગ બનેલી અને ગંદકી તથા બિનઅધિકૃત પાર્કિંગનું અડ્ડું બનેલી જગ્યા હવે એક આકર્ષક ગાર્ડનમાં પરિવર્તિત થઈ ચૂકી છે. લાલબાગ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાનો સચોટ ઉપયોગ કરીને વડોદરા પાલિકાએ ‘લાલબાગ ઓએસિસ’ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.

Vadodara Gets a New Green Escape: ગંદકી અને દબાણથી મુક્ત થયું સ્થળ

Vadodara Gets a New Green Escape

લાલબાગ બ્રિજ નીચે અગાઉ કચરાના ઢીંગ અને ગેરકાયદે પાર્કિંગ કારણે આસપાસના રહીશો મુશ્કેલી અનુભવતા હતા. પરંતુ પાલિકાના સક્રિય આયોજનને કારણે હવે આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ જગ્યાને સુંદર બનાવીને ત્યાં આકર્ષક પ્લાન્ટેશન, હરિયાળી ઘાસ અને નાગરિકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

Vadodara Gets a New Green Escape

Vadodara Gets a New Green Escape: શહેરમાં બગીચાઓની સંખ્યા વધીને ૧૪૧ થઈ

Vadodara Gets a New Green Escape

આ અનોખી પહેલ સાથે જ વડોદરા શહેરમાં નગરજનો માટે ઉપલબ્ધ બગીચાઓની કુલ સંખ્યા હવે વધીને ૧૪૧ પર પહોંચી ગઈ છે. પાલિકાના આ પગલાથી માત્ર શહેરી સૌંદર્યમાં જ વધારો થયો નથી, પરંતુ પર્યાવરણની રક્ષા માટે પણ આ એક મોટું કદ સાબિત થશે. બ્રિજ નીચેની ખાલી જગ્યાના સદુપયોગથી શહેરમાં ગંદકી અટકશે અને હરિયાળીમાં વધારો થવાથી વાતાવરણ પણ શુદ્ધ થશે.

Vadodara Gets a New Green Escape

Vadodara Gets a New Green Escape: નાગરિકોને ખાસ અપીલ

Vadodara Gets a New Green Escape

વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના યુવાનો, વડીલો અને તમામ નાગરિકોને આ નવનિર્મિત ‘લાલબાગ ઓએસિસ’ની મુલાકાત લેવા અને આ સુંદર વાતાવરણનો ભરપૂર લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને આ જાહેર સંપત્તિની જાળવણીમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે, જેથી વડોદરા હંમેશા હરિયાળું અને સ્વચ્છ બની રહે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદ, આવતીકાલે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments