Explore the World Under One Roof: ગાંધીનગર, ૬ ઓગસ્ટ: મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) અમદાવાદ-2026નું ભવ્ય ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી જયરામભાઈ ગમિત, ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ અને ગુજરાત સરકારના પ્રવાસન સચિવ કુલદીપ આર્યા સહિત અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Explore the World Under One Roof: ત્રણ દિવસીય મેળામાં દેશ-વિદેશના પ્રદર્શકોની ભવ્ય ઉપસ્થિતિ

આગામી ૬ થી ૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય ટ્રાવેલ ફેરમાં પ્રવાસન જગતનું મોટું આકર્ષણ જોવા મળી રહ્યું છે:

- ભાગ લેનાર રાજ્યો: દેશના ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો.
- આંતરરાષ્ટ્રીય સહભાગિતા: ૧૦ દેશોના ૯૦૦થી વધુ પ્રદર્શકો આ ફેરમાં ભાગ લઈ રહ્યા છે.
- સત્તાવાર ભાગીદારી: ૧૭ રાજ્ય પ્રવાસન બોર્ડની સત્તાવાર ભાગીદારી સાથે દેશ-વિદેશના પ્રવાસન ઉદ્યોગના પ્રતિનિધિઓ એક જ મંચ પર એકત્રિત થયા છે.

Explore the World Under One Roof: ગુજરાત બનશે પશ્ચિમ ભારતનું મહત્વપૂર્ણ ટ્રાવેલ માર્કેટ

આ મેળાના માધ્યમથી પ્રવાસન, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગને એક નવી દિશા મળશે. સાથે જ, આ ભવ્ય આયોજન ગુજરાતને પશ્ચિમ ભારતના એક અત્યંત મહત્વપૂર્ણ અને મજબૂત ટ્રાવેલ માર્કેટ તરીકે વૈશ્વિક સ્તરે વધુ પ્રસ્થાપિત કરશે તેવી પ્રબળ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:સુરતના અમરોલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો, ગેરકાયદે ક્લિનિકમાંથી રૂ. 13 હજારની દવાઓ જપ્ત