HomeStock MarketStock Market Update: શેરબજારમાં સાધારણ નરમાઈ, અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, ક્રૂડ ઓઈલ...

Stock Market Update: શેરબજારમાં સાધારણ નરમાઈ, અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, ક્રૂડ ઓઈલ સસ્તું થયું

Stock Market Update: આજે શેરબજારમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 69 પોઈન્ટના ઘટાડા સાથે 76,765 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 10 પોઈન્ટ ઘટીને 23,985 ના સ્તરે બંધ થયો હતો. ગઈકાલે બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી, જેમાં સેન્સેક્સ 776 પોઈન્ટ ઉછળીને 76,836 પર બંધ થયો હતો, પરંતુ આજે તે ટકી શક્યો નહોતો.

Stock Market Update

Stock Market Update: વિદેશી અને સ્થાનિક રોકાણકારો (FII & DII Activity)

છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી રોકાણકારો (FIIs) સતત વેચવાલી કરી રહ્યા છે:

  • FII/FPI: છેલ્લા 7 દિવસમાં કુલ ₹9,400 કરોડ ના શેરનું વેચાણ કર્યું છે. (આજે -1,688 કરોડનું ચોખ્ખું વેચાણ).
  • DII (સ્થાનિક સંસ્થાગત રોકાણકારો): બજારને ટેકો આપતા છેલ્લા 7 દિવસમાં ₹10,312 કરોડ ની ખરીદી કરી છે.

Stock Market Update: વૈશ્વિક બજારો અને ક્રૂડ ઓઈલના સમાચાર

  • ક્રૂડ ઓઈલ: અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે તણાવ ઘટવાના અહેવાલોને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 2.5% નો ઘટાડો નોંધાય્યો છે અને તે ઘટીને 85 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.
  • એશિયન બજારો: એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો:
    • કોસ્પી (સાઉથ કોરિયા): 6024 (-10.84%)
    • નિકેઈ (જાપાન): 62365 (-3.95%)
    • હેંગસેંગ (હોંગકોંગ): 25311 (+0.41%)
  • અમેરિકી બજાર (ગઈકાલનું):
    • ડાઉ જોન્સ: 52210 (+0.51%)
    • નાસ્ડેક: 24932 (-0.18%)
    • S&P 500: 7413 (+0.02%)

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સાવરકુંડલામાં દિવાળીના કોકડા (ફટાકડા) બનાવતી વેળાએ શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના; 17 વર્ષીય યુવકનું કરુણ મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments