HomeGujaratVadodara Rains: સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા 150થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા;...

Vadodara Rains: સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા 150થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા; મધ્યરાત્રિએ કરાયું સફળ રેસ્ક્યૂ

Vadodara Rains: વડોદરામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં વાઘોડિયા રોડ પર આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પણ ભારે પાણી ભરાઈ ગયા હતા. હોસ્ટેલ પરિસરમાં પાણી ભરાઈ જવાના કારણે અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓ અંદર જ ફસાઈ ગયા હતા.

Vadodara Rains: મધ્યરાત્રિએ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન

Vadodara Rains

વિદ્યાર્થીઓએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા જ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી. મામૂલી સમયના વિલંબ વગર જ વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

રાત્રિના સમયે ભારે પાણીની વચ્ચે ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

Vadodara Rains: કોનું-કોનું કરાયું રેસ્ક્યૂ?

Vadodara Rains

તંત્રની સમયસૂચકતા અને સક્રિયતાના કારણે તમામ ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે:

  • ૧૦૦ વિદ્યાર્થીઓ (છોકરીઓ)
  • ૪૦ વિદ્યાર્થીઓ (છોકરાઓ)
  • ૧૦ શ્રમિકો

બધા જ વિદ્યાર્થીઓ અને શ્રમિકોને ટ્રેક્ટરમાં બેસાડીને પાણીની વચ્ચેથી સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે હાથ ધરાયેલા આ સફળ રેસ્ક્યૂથી મોટી જાનહાનિ ટળી હતી અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘો મંડાયો, સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ, અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’; 10 જિલ્લામાં શાળા-કોલેજો બંધ!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments