Home State Gujarat Heavy Rains Lash Ahmedabad: ગુજરાતમાં વરસાદી માહોલ: અમદાવાદમાં ધોધમાર વરસાદ, 30 જુલાઈથી...

Heavy Rains Lash Ahmedabad: ગુજરાતમાં વરસાદી માહોલ: અમદાવાદમાં ધોધમાર વરસાદ, 30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી

0
131
Heavy Rains Lash Ahmedabad
Heavy Rains Lash Ahmedabad

Heavy Rains Lash Ahmedabad: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. અમદાવાદ શહેરમાં મોડીરાતથી શરૂ થયેલો વીજળીના કડાકાભડાકા સાથેનો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને SG હાઈવે સહિતના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક તથા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.

Heavy Rains Lash Ahmedabad: અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Heavy Rains Lash Ahmedabad
  • બે ઇંચ વરસાદ: સાયન્સ સિટી અને થલતેજ વિસ્તાર.
  • એક ઇંચ વરસાદ: વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયા.
  • અડધો ઇંચ વરસાદ: બોપલ, ઘુમા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યુ રાણીપ, આશ્રમરોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા અને હંસપુરા.

Heavy Rains Lash Ahmedabad: 11 જિલ્લામાં ‘યલો એલર્ટ’

Heavy Rains Lash Ahmedabad

હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે (27 જુલાઈ) વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે એકલા અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

Heavy Rains Lash Ahmedabad: શાળાઓ શરૂ કરવા અંગે DEOની મહત્ત્વની સૂચના

શહેરમાં વરસાદી વિરામ બાદ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી અમદાવાદ શહેર (પૂર્વ અને પશ્ચિમ) જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ માટે મહત્ત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે:

  • વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું.
  • શાળા સંચાલકોએ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી પોતાની વિવેકબુદ્ધિથી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું.
  • શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોવાની ખાતરી કરવી.
  • જો કોઈ પણ પ્રકારનું જોખમ જણાય, તો વિદ્યાર્થીઓની સલામતી માટે તાત્કાલિક નિર્ણય લઈને વાલીઓને સમયસર જાણ કરવી.

Heavy Rains Lash Ahmedabad: 30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થશે: ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, અગાઉ રાજસ્થાનમાં બનેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો હતો. હવે આગામી દિવસોમાં વધુ એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ રહી છે:

  • બંગાળની ખાડીમાં ‘વેલમાર્ક્ડ લો પ્રેશર’ બનવાની સંભાવના છે, જેની સીધી અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે.
  • 30 જુલાઈ: છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
  • 1 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કોમનવેલ્થ ગેમ્સ 2026: મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, ઋષિકાંતે જીત્યો સિલ્વર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે