Home State Gujarat Gujarat Rains: ગુજરાતમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, સાંતલપુરમાં 14 ઈંચ ખાબક્યો;...

Gujarat Rains: ગુજરાતમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, સાંતલપુરમાં 14 ઈંચ ખાબક્યો; રાજ્યમાં કુલ 8 લોકોના મોત

0
133
Gujarat Rains
Gujarat Rains

Gujarat Rains: ગુજરાતમાં ચોમાસાની તોફાની પધરામણી વચ્ચે મેઘરાજાએ ત્રાહીમામ પોકાવ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 261 તાલુકાઓમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થિતિની ગંભીરતા જોતા હવામાન વિભાગે રાત્રિના 10 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.

Gujarat Rains

Gujarat Rains: ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? (આંકડાકીય ઝાંખી)

  • સૌથી વધુ વરસાદ: પાટણના સાંતલપુરમાં 14 ઈંચ અને રાધનપુર તાલુકામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • વાવ-થરાદના દિયોદરમાં 9 ઈંચ અને ભાભર તાલુકામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.
  • રાજ્યના 30 તાલુકાઓમાં 3 થી 7 ઈંચ અને 110 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
  • ભારે પાણી ભરાવાની સ્થિતિને કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.

Gujarat Rains: પૂર અને દુર્ઘટનાઓ: 8 લોકોના મોત, હજારોનું રેસ્ક્યુ

ભારે વરસાદ અને પૂરની આફતને કારણે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 40,500 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જોકે, આ કુદરતી આફતમાં માનવ જાનહાનિ પણ થઈ છે:

  • સુરત અને નવસારી: પૂરના પાણીમાં તણાઈ જવાથી સુરતમાં 2 અને નવસારીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
  • અમરેલી: અઢી વર્ષની બાળકી અને એક ખેત મજૂરનું મોત નીપજ્યું છે.
  • રાજકોટ (ગોંડલ-જેતપુર): ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ગુરુકુલ પાસે વિરપુર જતા રસ્તે સવારે ઘોડાપૂરમાં એક કાર તણાઈ હતી. લગભગ 12 કલાકની ભારે જહેમત બાદ કાર 200 મીટર દૂરથી મળી આવી છે, પરંતુ કારચાલકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. તંત્ર દ્વારા તેની શોધખોળ ચાલુ છે.

Gujarat Rains: આગામી 3 કલાક ભારે: કયા જિલ્લામાં કયું એલર્ટ?

હવામાન વિભાગની ચેતવણી અનુસાર, આગામી થોડા કલાકો અત્યંત સંવેદનશીલ છે:

  • રેડ એલર્ટ (10 જિલ્લા): બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા.
  • ઓરેન્જ એલર્ટ: ભાવનગર, બોટાદ, દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે.
  • યલો એલર્ટ: દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ વગેરે.

તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

‘કોર્ટ કોઈ એન્ટરટેઈનમેન્ટ ચેનલ નથી..!’, અદાલતી કાર્યવાહીની વાઇરલ ક્લિપ્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, સોશિયલ મીડિયા સ્ટ્રીમિંગ પર વચગાળાનો સ્ટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે