Home State Gujarat Preserving Dignity: ‘કોર્ટ કોઈ એન્ટરટેઈનમેન્ટ ચેનલ નથી..!’, અદાલતી કાર્યવાહીની વાઇરલ ક્લિપ્સ પર...

Preserving Dignity: ‘કોર્ટ કોઈ એન્ટરટેઈનમેન્ટ ચેનલ નથી..!’, અદાલતી કાર્યવાહીની વાઇરલ ક્લિપ્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, સોશિયલ મીડિયા સ્ટ્રીમિંગ પર વચગાળાનો સ્ટે

0
115
Preserving Dignity
Preserving Dignity

Preserving Dignity: અદાલતી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા પર તેની ક્લિપ્સ વાઇરલ થવાના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. કોર્ટે અદાલતી કાર્યવાહીના પસંદગીના ભાગો દર્શાવીને ન્યાયતંત્રની છબી ખરાબ કરવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર અદાલતી કાર્યવાહીની કોઈપણ ક્લિપ પ્રસારિત કરવા પર વચગાળાનો પ્રતિબંધ (સ્ટે) લગાવી દીધો છે.

Preserving Dignity

Preserving Dignity: ‘આ એક મજાક બની ગયું છે’

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અદાલતી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ અને વીડિયો પ્રસારણ પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની અદાલતની કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ બધું હવે એક મજાક બની ગયું છે. આના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે, “હવે આનાથી દરેક વ્યક્તિને અનિચ્છનીય વસ્તુઓ વાંચવા અને જોવા માટે મજબૂર થવું પડે છે.”

Preserving Dignity: જસ્ટિસ જોયમાલ્ય બાગચીની કડક ટિપ્પણી

સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ ડિજિટલ સ્પેસમાં ડેટાના નિયમનને એક મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે સૂચન આપ્યું હતું કે અદાલતની કાર્યવાહી સુધીની પહોંચ મર્યાદિત હોવી જોઈએ અને લાઈવ સ્ટ્રીમિંગ પર નિયંત્રણ હોવું જરૂરી છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,

અદાલત એન્ટરટેઈનમેન્ટ ચેનલ ન બની શકે.”

જસ્ટિસ બાગચીએ સૂચન કર્યું કે લાઈવ સ્ટ્રીમિંગ પબ્લિક પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ ન હોવું જોઈએ, પરંતુ જો કોઈ પક્ષ કે નાગરિક આની ફીડ મેળવવા માગતો હોય, તો તેણે તેના માટે સ્પષ્ટ વિનંતી કરવી જોઈએ.

Preserving Dignity: કઈ બેંચે લીધો નિર્ણય અને કોને મળી નોટિસ?

અદાલતી કાર્યવાહીની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા પર વચગાળાની રોક લગાવવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે સર્વાનુમતે લીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે, અને હાલ આ મામલે અદાલતમાં સુનાવણી ચાલુ છે.

અવારનવાર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જજો દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ કે ચર્ચાઓને સંદર્ભ વગર તોડી-મરોડીને વાઇરલ કરવામાં આવતી હોવાથી ન્યાયતંત્રની ગરિમા જાળવવા માટે આ પગલું અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં ૭ નેશનલ હાઇવે અને ૧૨૦૪ રસ્તા બંધ, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ડાઈવર્ઝન; ૨૨ ટ્રેન રદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે