Home State Gujarat Shocking Crime in Savli: મોજશોખ અને ફરવા માટે 17 વર્ષીય સગીરે કરી...

Shocking Crime in Savli: મોજશોખ અને ફરવા માટે 17 વર્ષીય સગીરે કરી 66 વર્ષીય વૃદ્ધની હત્યા, દમણથી ફરીને પરત આવતા જ પોલીસે દબોચ્યો

0
188
Shocking Crime in Savli
Shocking Crime in Savli

Shocking Crime in Savli: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામની સીમમાં બનેલી એક હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં માત્ર મોજશોખ અને ફરવાના શોખ પાછળ એક સગીરે 66 વર્ષીય વૃદ્ધને મોતને ਘાટ ਉਤારી દીધા હતા. વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે ગત 17 જુલાઈના રોજ ગોધરા ગ્રામ્યના સાતરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઠાસરાના રહેવાસી રમણ રાઠોડિયા (ઉં.વ. 66) નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાનું પંચનામામાં સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

Shocking Crime in Savli

Shocking Crime in Savli: સીન ઓફ ક્રાઇમ’ અને લોહીવાળી લાકડીથી ઉકેલાયો ભેદ

પોલીસે ઘટનાસ્થળે સઘન કોમ્બિંગ હાથ ધરતા ઝાડીઓમાંથી એક લોહીવાળી શંકાસ્પદ લાકડી મળી આવી હતી. ટેકનિકલ પુરાવાઓ અને કડીઓ જોડતા આ સમગ્ર કેસમાં આઠમા ધોરણ સુધી ભણેલા એક 17 વર્ષીય સગીરની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં સગીરે જે ખુલાસો કર્યો તે સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

Shocking Crime in Savli

Shocking Crime in Savli: દમણ-સાપુતારા ફરવા માટે રચ્યો હતો ખતરનાક પ્લાન

આરોપી સગીરને દમણ અને સાપુતારા ફરવા જવાની તીવ્ર ઈચ્છા હતી અને તેના માટે તેને નવા કપડાં તથા બૂટ ખરીદવા હતા. પરિવાર દ્વારા વધુ પૈસા આપવાની ના પાડવામાં આવતા તેણે બે બકરાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે તે બકરાં ચરાવવા ગયો ત્યારે સીમમાં રમણભાઈને એકલા જોઈને તેણે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને બે બકરાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

હત્યારા સગીરે ચોરેલા બંને બકરાં એક ખાટકીને ₹9,300માં વેચી દીધા હતા. આ રકમમાંથી તેણે પોતાની પસંદગીના નવા કપડાં અને બૂટ ખરીદ્યા અને મોજશોખ પૂરા કરવા દમણની સફર પણ કરી આવ્યો હતો.

Shocking Crime in Savli

Shocking Crime in Savli: પોલીસની સરાહનીય કામગીરી

દમણથી પરત ફરતા જ સાવલી પોલીસે સગીરની અટકાયત કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી મળેલી લોહીવાળી લાકડી, બનાવ સમયે સગીરે પહેરેલા લોહીના ડાઘવાળા કપડાં તેમજ બકરાં વેચીને મેળવેલા નાણાંથી ખરીદેલા નવા કપડાં અને બૂટ જપ્ત કરી લીધા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સગીરને બાલ સંરક્ષણ ગૃહ મોકલવાની તજવીજ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મારુતિ સુઝુકીની કાર ફરી મોંઘી થશે, ઓગસ્ટથી લાગુ થશે નવા ભાવ, બે મહિનામાં બીજી વખત ઝટકો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે