HomeGujaratMassive Liquor Bust in Savli: વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: ભારતમાલા એક્સપ્રેસ-વે...

Massive Liquor Bust in Savli: વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી રૂ. ૬૯.૧૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Massive Liquor Bust in Savli: વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ” હેઠળ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

Massive Liquor Bust in Savli: ટ્રકમાંથી મળી આવી ૫૫,૨૯૬ ક્વાર્ટર બોટલો

મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમે રાયકા અને દોડકા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન એક શંકાસ્પદ ટાટા આઈશર ટ્રક પસાર થઈ હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવર ટ્રક મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો:

  • ટ્રકમાં કુલ ૧,૧૫૨ પેટીઓ ભરેલી હતી.
  • આ પેટીઓમાં કુલ ૫૫,૨૯૬ ક્વાર્ટર બોટલો (ભારતીય બનાવટનો વિદેશી દારૂ) જપ્ત કરવામાં આવી છે.

Massive Liquor Bust in Savli: લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

Massive Liquor Bust in Savli

ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે ૬૯.૧૨ લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂ વહન માટે વપરાયેલી ટ્રક, જીપીએસ સાધન અને અન્ય સામાન મળીને કુલ ૮૪.૧૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

પોલીસની આગળની તપાસ અને ફરાર આરોપીની શોધખોળ

આ મા่นે ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને રોકવા જતાં ટ્રક મુકીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવર અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મુખ્ય સૂત્રધારોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારો માટે ખુશખબર: સરકારી પ્લોટ વિકાસ સહાયમાં પાંચ ગણો વધારો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments